રાજકોટ : રામોદ ગામે સસરાએ ગુજાર્યો પુત્રવધુ પર બળાત્કાર

0
0

કોટડા સાંગાણીનાં રામોદ ગામે સસરાએ પુત્રવધુ પર નજર બગાડી પાંચ વર્ષથી શારીરીક શોષણ કરી બળાત્કાર ગુજારતા અને પરિવારજનોએ સસરાને મદદગારી કર્યાની ફરિયાદ કોટડાસાંગાણી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસહાથ ધરી છે.

બનાવ અંગેની વિગત મુજબ કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતા અને અગાઉ શિક્ષક તરીકે ફરજ બજાવતા માવજી લક્ષ્‍મણ રાઠોડ નામના વૃધ્ધએ તેની પુત્રવધુ પર નજર બગાડી હોવાની હેવાનીયત સામે આવતા લોકોમાં ફીટકાર વર્ષિ રહ્યો છે. રામોદના મોટા માંડવા રોડ પર રહેતી ૨૮ વર્ષિય મહિલાએ તેના સસરા માવજી રાઠોડ, પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા કમલેશ, મંજુલા મહેશ સહિતના શખસો સામે ફરિયાદ નોંધાવી છેકે, દોઢેક વર્ષથી ગોંડલમાં ગુંદાળા ફાટક પાસે રહેતા તેના સસરા રામોદ રહેતો અને ગોંડલથી રામોદ આવતો ત્યારે ભોગ બનનાર પર ખરાબ નજર કરતો હોઈ જે અંગેની વાત તેમના પતિને કરી હતી.

આ અંગેની વિગત મુજબ કોટડાસાંગાણી રામોદમાં એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફીટકાર વર્ષી રહ્યો છે. પરંતુ પતિને જેઠાણી સાથે આડા સંબંધ હોઈ તેના કારણે પતિ ઘરમા ધ્યાન આપતો નહિ ઉલ્ટાનો જણાવતો કે તારે પુત્રી જ છે પુત્ર પણ હોવો જરૂરી છે. હું પુત્ર ક્રૂર કે પપ્પા શું ફેર પડે દીકરો હોવો જ જોઈએ તેમ કહેતો હતો અને સસરો કોઈ ઘરે ન હોઈ ત્યારે આવીને પુત્રવધઉ પર અવાર નવાર બળાત્કાર ગુજારતો હતો. ત્યારે કુટુંબી જેઠાણી ઘરની બહાર ધ્યાન રાખતા અને તાબે ન થતા અન્ય જેઠાણી પકડી રાખતીને સસરા બળાત્કાર ગુજારતા હતા આ વાત કોઈને કહી તો તેમને અને તેની પુત્રીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો આ મામલે પતિને અનેક વખત કહેવા છતા તેમના પપ્પા સાથે સંબંધ રાખવો જ પડશેનું જણાવતો હતો પુત્રવધુ ઘર ન ભાંગે તેની બીકે છેલ્લા પાંચ વર્ષથી સસરાના તાબે થતી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here