આલિયા માટે આ ફિલ્મમાં સ્પેશિયલ સૉન્ગ, રામચરણ સાથે લગાવશે ઠુમકા

0
16

આલિયા ભટ્ટ એસ એસ રાજમોલીની ફિલ્મમાં કામ કરી રહી છે, તે સહુ જાણે છે. આ ફિલ્મમાં તે કેમિયો કરી રહી છે. આલિયાને રાજમોલી સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી તે આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ હતી. પરંતુ આલિયા જેવી અભિનેત્રી પાસે મહેમાન ભૂમિકા કરાવવાનું દિગ્દર્શને ખૂચ્યું હતુ. રાજમૌલીને લાગ્યું હતું કે ફિલ્મમાં આલિયા ફક્ત નાનકડું પાત્ર ભજવે એ તેને અન્યાય કર્યા જેવું છે. તેથી તેણએ આ ફિલ્મમાં આલિયા ભટ્ટ માટે એક ગીત ઉમેરવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ કે, ‘ આરઆરઆરમાં આલિયાનો રોલ ડેકોરેટિવ છે. તેના સ્ટેટસને જોતાં આ તેને અન્યાય કરવા જેવું છે. આલિયા અને રાજમૌલીને સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી તેઓ આ ફિલ્મ સાથે જોડાયા.

પરંતુ હવે દિગ્દર્શકને આલિયાનો ફક્ત નાનકડો રોલ ખૂંચી રહ્યો છે. તેથી તેણે આલિયાના પાત્ર માટે એક સુંદર ગીત ઉમેર્યું છે. ‘આલિયા રાજમોલીની ફિલ્મમાં આ ગીત કરવા માટે ઉત્સાહિત અને રોમાચિંત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here