Friday, April 26, 2024
Homeસુરત : બેફામ દોડતું કન્ટેનર રોડ બાજુએ ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગયું.
Array

સુરત : બેફામ દોડતું કન્ટેનર રોડ બાજુએ ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગયું.

- Advertisement -

સુરત શહેરમાં હજીરા ઇચ્છાપોરની ઇફકો કંપનીના ગેટ બહાર બેફામ દોડતું કન્ટેનર રોડ બાજુએ ઉભેલા હાઈવા ટ્રક પાછળ ઘુસી જતા કન્ટેનરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ડ્રાઈવર કેબિનમાં પોતાના બચાવવા ચિચયાળી પાડી રહેલા ડ્રાઈવરને લોકો બહાર ન કાઢી શકતા ફાયરને જાણ કરાઈ હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુ કરી કન્ટેનરના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢી સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો.

ડ્રાઈવરનો પગ કેબિનમાં જ ફસાઈ જતા કચડાઈ ગયો.
ડ્રાઈવરનો પગ કેબિનમાં જ ફસાઈ જતા કચડાઈ ગયો.

 

ડ્રાઈવરનો પગ 30 મિનિટે બહાર કઢાયો

ફાયર ઓફિસર સુથારે જણાવ્યું હતું કે, અકસ્માત એટલે જોરદાર હતો કે, ડ્રાઈવર સાઈડનો આખો ભાગ હાઈવા ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો. જેને પગલે ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ડ્રાઈવરનો પગ બહાર કાઢવામાં જ 30 મિનિટ લાગી ગઈ હતી. કન્ટેનર કોલસાની હેરાફેરીમાં વપરાય રહી હોવાનું જાણવા મળ્યું હતું.

ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો.
ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો.

 

હજીરાથી કવાસ જતા અકસ્માત નડ્યો

વધુમાં જણાવ્યું હતું કે, હજીરાથી કવાસ જતા અકસ્માત નડ્યો હોવાનું અકસ્માતગ્રસ્ત કન્ટેનરના કંડક્ટરે જણાવ્યું હતું. રેસ્ક્યુ બાદ ઇજાગ્રસ્ત ડ્રાઈવર દિલીપ પટેલને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માતમાં કંડક્ટરનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, ડ્રાઈવર દિલીપનો પગ કચડાઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular