સુરત : પૂરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઈક ડમ્પરમાં ઘૂસી ગઈ, બાઈક ચાલકની હાલત ગંભીર

0
3

શહેરના વેસુ રોડ પર પૂરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઈક પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પાર્લે પોઇન્ટ ખાતે અકસ્માત થયો

વેસુ રોડ પર જતા બાઇકર્સ ગેંગના એક સભ્યનું પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પર(GJ-05-BX-2525) સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઈક(GJ-05-SL-0129) ચાલક યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. રવિવારે ડુમસ રોડ પર બાઈકનો ત્રાસ ઘણા સમયથી જોવા મળતો હતો. ડમ્પરમાં ફૂલ ઝડપે અથડાતા બાઈકનો ભૂકો બોલી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here