કોરોના અપડેટ અમદાવાદ : આજે કોરોના પોઝિટિવનો એકેય કેસ નહીં, જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફ ક્વોરન્ટીન કરાયો

0
12

અમદાવાદ. મંગળવારે અમદાવાદમાં 20 પોઝિટેવ કેસ નોંધાયા હતા. જો કે આજે એકપણ કોરોના પોઝિટિવ ન નોંધાતા એએમસી અને જિલ્લા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. અત્યાર સુધી અમદાવાદમાં 83 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 5 લોકોના મોત થયા છે અને 7 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જો કે, શહેરની ડો. જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફ 60 વર્ષીય દર્દીના સંપર્કમાં આવતા ક્વોરન્ટીન કરાયો છે.

મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા

અમદાવાદમાં મંગળવારે વધુ 20 નવા પોઝિટેવ કેસ નોંધાયા છે. જેમાં બોડકદેવમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે પૈકી એક મહિલા અગાઉ કોરોનાથી મૃત્યુ પામેલા શૈલેષ ધ્રુવાના પત્ની છે. તમામ પોઝિટવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, અમદાવાદમાં અત્યાર સુધી નોંધાયેવા 83 કેસ પૈકી પહેલો કેસ કોઈ શ્રમિકને થયો છે. જશોદાનગરની વસાહતમાં રહેતા અને દારૂની ટેવવાળા 25 વર્ષીય યુવક છેલ્લા ઘણા સમયથી તેના ઘરે પણ આવ્યો ન હતો. તાવ આવતા કોઈ ઘરે મૂકી ગયા બાદ કોરોના ડિટેકટ થયો હતો. અત્યારસુધી તે કયાં કયાં ફર્યો અને કોને કોને મળ્યો હતો તે અંગે હવે મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો કામે લાગી છે. જુહાપુરામાં ત્રણ દિવસ પહેલા મસ્જિદમાંથી કવોરન્ટીનમાં લઈ ગયેલા પૈકીના પાંચ પોઝિટિવ આવ્યા છે.  ગઈકાલે એક જ દિવસમાં 20 કેસ પોઝેટિવ આવ્યા હોવાની અમદાવાદમાં આ પહેલી ઘટના છે. નવરંગપુરામાં પીજીમાં રહેતી દિલ્હીની યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બોડકદેવના દેવરાજ અને દેવપ્રીતના 70 ફ્લેટ, મક્તમપુરા અને જશોદાનગર સહિત 11 ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા છે.

નેહરુબ્રિજ પર વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ

કોરોના વાઇરસના સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જેમાં કોટ વિસ્તારમાં કેસોનું પ્રમાણ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી કોર્ડન કરવામાં આવ્યો છે. આજથી નેહરુબ્રિજ પર વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. કોટ વિસ્તારમાં પ્રવેશવાના તમામ રસ્તા પર ” કોરોના ચેકપોસ્ટ” ઉભી કરી દેવાઈ છે. આજે સવારથી જ કોટ વિસ્તારમાં જે લોકો પ્રવેશ અથવા તો બહાર નીકળે છે તેમને રોકી થર્મલ ગન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એલિસબ્રિજનો કોટ વિસ્તારથી આશ્રમ રોડ જવાનો એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. મોડી રાતે કોટ વિસ્તારમાં આવતા તમામ 9 દરવાજા પર ચેક પોસ્ટ ઉભી કરી દેવાઈ અને આજ સવારથી તમામ લોકોનું ચેકિંગ શરૂ કરી દેવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here