‘તારક મહેતા કા….’માં થશે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આ સ્ટાર એકટરની એન્ટ્રી, ટપુ સેના કરશે ડાન્સ પરફોર્મ

0
93

મુંબઈઃ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલ નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. 2020નું સ્વાગત એક શાનદાર પાર્ટી સાથે કરવામાં આવ્યું હતું. 2020ની શરૂઆત ગોકુલધામ સોસાયટી માટે સ્પેશિયલ થઈ જવા રહી છે. શોમાં સ્પેશિયલ ગેસ્ટ એન્ટ્રી કરવાના છે.

શોમાં એક્ટર અજય દેવગન અને કાજોલ આવવાના છે. તેઓ આગામી ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરના પ્રમોશન માટે આવશે. ગોકુલધામ સોસાયટીમાં અજય અને કાજોલનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવશે.

શોમાં ટપુ સેના શાનદાર ડાંસ પરફોર્મંસ કરશે. ટપુ સેના ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરના સોંગ શંકરા રે શંકરા પર ડાન્સ કરશે. સોશિયલ મીડિયા પર ટપુ સેનાનો પરફોર્મ કરતો ફોટો વાયરલ થઈ રહ્યો છે. ગોકુલધામ સોસાયટી 2020ની શરૂઆત રૂટીન કામ કરીને કરશે. આત્મારામ ભીડે અખબાર વાંચશે અને કોઈને બોલાવવાનું વિચારશે. તે ગોકુલધામ સોસાયટીને સરપ્રાઈઝ આપવાનો પ્લાન કરશે. પોપટલાલ સાથે મળીને અજય અને કાજોલને બોલાવવાની તૈયારી કરશે.

દયાબેનની એક ઝલકે શોમાં ફરીથી નવો પ્રાણ પૂર્યો છે. શો ટીઆરપી રેટિંગમાં ટોપમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here