હરિયાળી અમાસ અને શ્રાવણનો પ્રારંભ, પિતૃઓની યાદમાં વૃક્ષારોપણનો ઉત્તમ દિવસ

0
39

ધર્મ ડેસ્ક. ગુરૂવાર 1 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો આજે અષાઢ મહિનાની અમાસ હરિયાળી અમાસ પણ છે. પિતૃઓની યાદમાં આ અમાસ ઉજવાય છે. ઉજ્જૈનના જ્યોતિષ અમર ડબ્બાવાલાના જણાવ્યા અનુસાર ગુરૂવારની અમાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તિથિએ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થ સિદ્દયોગ, નાગ કરણ અને કર્ક રાશિમાં ચંદ્રમા રહે છે. આ તમામ શુભ યોગ અમાસને પ્રભાવશાળી બનાવી દેતા હોય છે. આ યોગમાં પ્રકૃતિનું પૂજન કરવામાં આવે છે. હરિયાળી અમાસ પર બીજારોપણ અને વૃક્ષારોપણ કરવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે.

પિતૃઓની યાદમાં વૃક્ષારોપણ કરવું

આ તિથિએ પિતૃઓની યાદમાં પૂજા-પાઠ, શ્રાદ્દ તર્પણ વગેરે કરવામાં આવે છે. પિતૃઓને ચઢાવવાના ફૂલો સેવંતી, અગસ્ત, ભૃંગરાજ, શમી, આંબળા, શ્વેત પુષ્પ વગેરે વૃક્ષો પરથી લેવામાં આવે છે. આ પ્રકારના છોડનું રોપણ કરવું અને આગામી શ્રાધ્ધપક્ષમાં પિતૃઓને અર્પણ કરવા. આવું કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. છોડના રૂપે પૂર્વજોની યાદ પણ બની રહે છે.

વૈદિક સાધનાનો દિવસ

પંડિત ડબ્બાવાળાના જણાવ્યા મુજબ આ અમાસે વૈદિક સાધના પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રેરિત કરવાનું પર્વ છે. આ દરમિયાન પ્રકૃતિના પાંચ મુખ્ય તત્ત્વો પાણી, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશનું સંરક્ષણ અને તેને આગળ ધપાવવા માટેનો સંકલ્પ લેવામાં આવે છે. તેથી જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. જળ, ફૂલ, બિલિ પત્ર, ફળ વગેરે અર્પણ કરવામાં આવે છે. જે તમામ પ્રકૃતિ પાસેથી મેળવવામાં આવે છે. આ તમામ વસ્તુઓ આપણને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેલા માટે અને સંરક્ષણ માટે પ્રેરિત કરે છે.

જળવાયુમાં પરિવર્તનથી સારો વરસાદ થાય

જળવાયુમાં પરિવર્તનનું કારક બુધ ગ્રહ હોય છેય અમાસ અથના બીજા દિવસે સવારે બુધ ગ્રહ માર્ગી થશે. તેનાથી સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે. એવી પણ માન્યતા છે કે બુધ અન્ય ગ્રહોની ઊર્જાને સંરક્ષિત કરીને જળવાયુમાં પરિવર્તિત કરે છે. વર્તમાનમાં ગુરૂની વક્રી ચાલી રહી છે, આ દરમિયાન કર્ક રાશિની સ્થિતિ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્રથી નવમ-પંચમ દ્રષ્ટિ સંબંધ બને છે. તેની અસર પણ મોસમ ઉપર વર્તાતી હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here