રાજ્ય સરકારે અનલોક-3ની ગાઈડલાઈન કરી જાહેર, હોટલ રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

0
0

રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત સરકારે 1 ઓગસ્ટથી શરૂ થતા અનલોક-3ને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. CM રૂપાણી તેમજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં અનલોક-3ની ગાઇડલાઇન મુદ્દે ચર્ચા કરાઇ.

રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ આગામી 1 ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. તો હોટલ અને રેસ્ટોરન્ટની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જ્યારે કે અન્ય દુકાનો રાબેતા મુજબ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત 5મી ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટરને ખોલવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

જણાવી દઇએ, ગઇકાલેે ગૃહમંત્રાલયે અનલોક 3ની નવી ગાઈડલાઈન જાહેર કરી હતી, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ 2020થી અમલી બનશે. તેમાં તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. 5 ઓગષ્ટથી તમામ યોગ કેન્દ્રો અને જિમને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ રાત્રી કફ્ર્યુ હટાવી લેવામાં આવ્યો છે. નવી ગાઇડલાઇન મુજબ કન્ટેઇનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું કડક પાલન કરવું પડશે. તો, 31 ઓગસ્ટ સુધી તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસીસ ખુલી શકશે નહિ. સાથે મેટ્રો ટ્રેન તેમજ મનોરંજન પાર્ક, સ્વિમિંગપુલ ,થિયેટર પણ નહીં ખોલાય. વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય પ્રવાસને મંજૂરી અપાશે.સાથે જ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે સામાજિક અંતર , ફરજીયાત માસ્ક તેમજ સ્વાસ્થ્યને લગતી બાબતોનું ધ્યાન રાખીને ઉજવણી કરવા માટે મંજૂરી અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here