Friday, December 3, 2021
Homeરાજ્ય સરકારે 2018નો ઠરાવ રદ્દ કરી જૂન 2020નો નવો ઠરાવ અમલમાં મુક્યો,...
Array

રાજ્ય સરકારે 2018નો ઠરાવ રદ્દ કરી જૂન 2020નો નવો ઠરાવ અમલમાં મુક્યો, વીજ ગ્રાહકોને પ્રતિ યુનિટ 30 પૈસાનો ફાયદો

રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર 2018ના ઠરાવને રદ્દ કરવામાં આવ્યો છે અને 12 જૂન 2020થી નવી માર્ગદર્શિકા સાથેનો ઠરાવ અમલી બનાવ્યો છે. આ નિર્ણય કારણ હાલના સમયગાળામાં બદલાયેલી પરિસ્થિતિ, ઇન્ડોનેશિયાના કોલસા માર્કેટમાં ટ્રેન્ડનો બદલાવ અને રાજ્યના વીજ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. નોંધનીય છેકે, આ માર્ગદર્શિકા મુજબ, અમલીકરણ હેઠળના સપ્લીમેન્ટલ PPA અંતર્ગત ટેરીફમાં જૂન-2020ના ભાવના સ્તરે અંદાજીત 30 પૈસા પ્રતિ યુનિટ જેટલો ઘટાડો થાય છે, જે 1 ડિસેમ્બર 2018નાં ઠરાવની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો છે.

12 જૂન 2020ના રોજ નવી માર્ગદર્શિકા આપવામાં આવી 
રાજ્ય સરકાર દ્વારા 12 જૂન 2020ના રોજ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં ઇન્ડોનેશિયન કોલસા માર્કેટમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લઇને અન્ય પ્રતિષ્ઠિત માર્કેટ ઇન્ડેક્ષનો કોલસાના ભાવની ગણતરી કરવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા એસ્સાર પાવરના સપ્લીમેન્ટલ કરારની મંજૂરી આપવા અંતર્ગત સૂચવવામાં આવેલ સુધારા જેવા કે વધુ સારા ઓપરેશનલ પેરામીટર પ્રમાણે ટેરિફની ગણતરી કરવાની રહેશે અને નામંજૂર કરેલ ટ્રાંસીટ લોસ અને અન્ય ચાર્જીસ (3%)ને રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં નવી માર્ગદર્શિકામાં સમાવેશ કરવામાં આવ્યા છે. જેથી 1 ડિસેમ્બર 2018ના ઠરાવની સરખામણીએ વીજદરમાં ઘટાડો થશે અને વીજ કરારના બાકીના 15 વર્ષના સમયગાળા દરમિયાન ગ્રાહકોને વ્યાજબી દરે વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે.

કોલસાના ભાવ પ્રમાણે ફેરફારની જોગવાઈ રદ કરાઈ
આ માર્ગદર્શિકા મુજબ ઇન્ડોનેશિયન કોલસાના મહતમ માન્ય ભાવ (HBA) 110 ડોલર પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને 90 ડોલર પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો છે. દર 5 વર્ષ બાદ મહતમ કોલસાના ભાવ (Ceiling Price) પ્રમાણે ફેરફાર માટેની જોગવાઈ રદ કરવામાં આવી છે. મહતમ દરમાં કોઈ પણ ફેરફાર માત્ર વીજ નિયમન આયોગની મંજૂરી બાદ લાગુ પડશે. ફિક્સ કોસ્ટમાં ઘટાડો, માઈનીંગ પ્રોફિટમાં હિસ્સો, વીજ કરારના સમયગાળામાં વધારા માટે GUVNL પાસે વિકલ્પ વિગેરે જેવા ગ્રાહકલક્ષી ફાયદાઓ નવી માર્ગદર્શિકામાં યથાવત રાખવામાં આવ્યા છે.

આ તમામ પ્રોજેક્ટને 2018ના ઠરાવ મુજબ ટેરીફ મળવાપાત્ર નથી
1 ડિસેમ્બર 2018નો ઠરાવ રાજ્યના ત્રણ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ માટે હતો, જે અંતર્ગત 4 પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે કોસ્ટલ ગુજરાત પાવી લી, સાથને સપ્લીમેન્ટલ કરાર, ભાગીદારી ધરાવતા અન્ય રાજ્યોની સહમતી ન હોવાના કારણે સહી કરવામાં આવી નથી. એસ્સાર પાવર ગુજરાત લી. સાથે સપ્લીમેન્ટ કરારને ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા શરતૂ મંજૂરી આપવામાં આવી છે. જેની સામે એસ્સાર દ્વારા એપલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરી છે. જેથી આ કરાર પણ કાર્યરત થયો નથી. અદાણી પાવર સાથેના સપ્લીમેન્ટલ કરાર પ્રમાણે અદાણી દ્વારા 1/12/2018ના ઠરાવ મુજબ પાછલા સમયગાળાનું નુકસાન પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા ભોગવવાની મુખ્ય શરરતનો ભંગ કરવાના કારણે આ સપ્લીમેન્ટલ કરારની મંજૂરી રદ કરવા માટે GUVNLએ કેન્દ્રીય વીજ નિયમન આયોગ સમક્ષ પીટીશન કરી છે. જે પેન્ડિંગ છે. જેથી આ તમામ પ્રોજેક્ટને 1 ડિસેમ્બર 2018ના ઠરાવ મુજબ ટેરીફ મળવાપાત્ર થતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments