ચોમાસું : રાજ્યમાં અત્યાર સુધી 128 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી

0
4

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ય આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર ઉત્તર અને પૂર્વ-મધ્ય ગુજરાત સહિત બાકીના ભાગો એકંદરે કોરાધાકોર રહેશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ઝોનવાર નોઁધાયેલા વરસાદની કુલ ટકાવારી

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલા આંકડા અનુસાર રાજ્યમાં આ વર્ષે 128 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનના એક જિલ્લામાં સૌથી વધુ 270 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં 112 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 93 ટકા, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 174 ટકા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં 108 ટકા વરસાદ નોંધાયા છે.

રાજ્યમાં ઝોનવાર નોઁધાયેલા એવરેજ વરસાદની સામે કુલ ટકાવારી

ઝોન એવરેજ વરસાદ કુલ વરસાદ એવરેજ વરસાદની સામે ટકાવારી
કચ્છ 412 1111 269.72
ઉત્તર ગુજરાત 719 803 111.77
પૂર્વ-મધ્ય ગુજરાત 819 763 93.17
સૌરાષ્ટ્ર 677 1178 173.9
દક્ષિણ ગુજરાત 1447 1564 108.07
રાજ્યની ટકાવારી 831 1063.98 128.04

 

મહિના મુજબ રાજ્યમાં નોંધાયેલા વરસાદની ટકાવારી

મહિનો વરસાદની ટકાવારી
જૂન 122.24
જુલાઈ 228.66
ઓગસ્ટ 644.51
સપ્ટેમ્બર 68.58
કુલ 1063.98

 

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયામાં નોંધાયો

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ બે ઈંચથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયામાં નોંધાયો છે. આ સિવાય વાપીમાં 40 મિમિ, નર્મદાના તિલકવાડામાં 32 મિમિ. ભરૂચના નેત્રંગમાં 20 મિમિ, સુરતના ચોર્યાસીમાં 15 મિમિ અને માંગરોળમાં 14 મિમિ, વડોદરાના વાઘોડિયા અને છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 13 મિમિ, આણંદના આંકલાવ અને વડોદરામાં 12 મિમિ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિ)
ભરૂચ વાલિયા 61
વલસાડ વાપી 40
નર્મદા તિલકવાડા 32
ભરૂચ નેત્રંગ 20
સુરત ચોર્યાસી 15
સુરત માંગરોળ 14
વડોદરા વાઘોડિયા 13
છોટાઉદેપુર જેતપુર પાવી 13
આણંદ આંકલાવ 12
વડોદરા વડોદરા 12
ભરૂચ ઝઘડિયા 12

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here