રાજયમાં હવે કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ જરૂરી નહીં, સરકારનો નિર્ણય

0
6

રાજયમાં કોરોના વાયરસના ટેસ્ટને લઈ આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજયની લેબોરેટરીમાં હવે કોઈ વ્યકિત સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગે તો ડોકટરના અભિપ્રાય કે પ્રિસ્ક્રિપ્શન વગર જ કરાવી શકાશે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરીમાં કોઈ વ્યકિતએ સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવવો હોય તો એમડી ડોકટરની પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હતી.

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વેચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કોવિડ -19 રોગચાળા અન્વયે રાજ્યમાં સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર જે લોકો હવે સ્વૈચ્છિક કોવિદ -19 નો ટેસ્ટ કરાવવા માંગતા હોય તો તેઓને ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

જણાવી દઇએ, રાજ્યમાં પહેલી ડિસેમ્બરના રોજ સરકારે કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોનાના કેસ માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત 800 રૂપિયા રહેશે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયા ચાર્જ ચૂકવાની આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here