Saturday, September 25, 2021
Homeઅમેરિકાના ટેક્સાસ રાજ્યમાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી
Array

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં માનવ તસ્કરીની ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. દક્ષિણ-પશ્ચિમી હ્યુસ્ટન ખાતે આવેલા બે માળના એક મકાનમાં 91 લોકો કેદ મળી આવ્યા હતા જેમાંથી 5 કોરોના સંક્રમિત પણ છે. પોલીસે શુક્રવારે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

તેના પહેલા સર્ચ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. ઘરમાં કેદ મળી આવેલા લોકોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ કે તેનાથી વધારે છે. ઘરમાંથી મળી આવેલા 91 લોકોમાં 5 મહિલાઓ છે જ્યારે બાકીના તમામ પુરૂષો છે. હજુ સુધી તમામ પીડિતોની ઓળખની વિગતો સામે નથી આવી. પોલીસના મતે આ લોકો પ્રવાસી પણ હોઈ શકે છે.

પીડિતોએ પોલીસને તે સૌ ભૂખ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કોરોના તપાસ બાદ 5 લોકો સંક્રમિત નોંધાયા છે. પોલીસના કહેવા પ્રમાણે આ તમામ લોકોને બાંધવામાં નહોતા આવેલા અને કોઈ હથિયાર પણ નથી મળ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments