રાજ્યમાં ઠંડીમાં ઘટડો થશે, 48 કલાકમાં માવઠાની આગાહી

0
14

રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત છે. ઠંડીના કારણે નલિયા, ડીસા, અમદાવાદ સહિતના મહાનગરોમાં લોકો ઠંડીથી ઠુઠવાયા છે. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ હોવાથી ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર અને તેને સંલગ્ન વિસ્તારો પરથી એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં 48 કલાક માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આગામી દિવસમાં કેટલાક સ્થળોએ વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર એક ઇન્ડયુસ અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અરબી સમુદ્રમાંથી ભેજનો જથ્થો જમીન તરફ ફંટાઇ રહ્યો છે. જેના કારણે આગામી દિવસમાં કેટલાક સ્થળોએ વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હોવાથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. નલિયામાં સૌથી ઓછુ 7.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ડિસામાં 10.3 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. આ સાથે અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, નલિયા, કંડલામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. 4 અને 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ ઉત્તરપૂર્વથી પૂર્વની દિશાનો પવન છે. જેના પગલે ઠંડીમાં 3 દિવસ સુધી આંશિક ઘટાડો રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં 8 જાન્યુઆરી-બુધવારના હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

શહેર ઠંડી
નલિયા 7.7
ડીસા 10.6
ભૂજ 11.2
વડોદરા 11.8
કેશોદ 12.0
અમરેલી 12.2
આણંદ 12.6
અમદાવાદ 12.8
રાજકોટ 13.0
સુરેન્દ્રનગર 14.0
ભાવનગર 15.6
સુરત 17.6

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here