રાજ્યની કહેવાતી દારૂબંધીની ખુલી પોલ, બે વર્ષમાં 252 કરોડથી વધુની કીમતનો દારૂ ઝડપાયો

0
30

તા 9

રાજ્યમાં કડક દારૂબંધી હોવાની પોકળ વાતો વચ્ચે આજે વિધાનસભામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રીએ જ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રૂ.252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરના 17 લાખ 1 હજાર 38 ટીન ઝડપાયા છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી રૂ.10 કરોડ 65 લાખ 3 હજાર 398ની કિંમતની 3 લાખ 18 હજાર 690 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. કિંમતની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ અમદાવાદમાંથી જ્યારે જથ્થાની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ સુરતમાંથી ઝડપાયો છે.

સૌથી વધુ વિદેશી દારૂની બોટલ સુરતમાંથી ઝડપાઈ છે. સુરતમાંથી 14 કરોડ 15 લાખ 92 હજાર 602ની કિંમતની કુલ 22 લાખ 59 હજાર 202 બોટલ ઝડપાઈ છે. જ્યારે બીજા નંબર પર વલસાડ છે. જયારે દેશી દારૂની વાત કરીએ તો અમદાવાદમાંથી રૂ. 47 લાખ 49 હજાર 20ની કિંમતના 2 લાખ 37 હજાર 451 લિટર દેશી દારૂ સાથે પ્રથમ નંબર પર છે. ત્યારબાદ રૂ. 40 લાખ 97 હજાર 897ની કિંમતના 2 લાખ 5 હજાર 484 લિટર સાથે સુરત બીજા નંબરે છે. તેમજ 21 લાખ 5 હજાર 950ની કિંમતના 1 લાખ 5 હજાર 291 લિટર દેશી દારૂ સાથે રાજકોટ ત્રીજા નંબર પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here