રાજ્યભરમાં જિમ 5 ઓગસ્ટે ખુલશે, પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ 30મીએ જસદણમાં જિમનું ઉદઘાટન કરી નાંખ્યુ

0
6

રાજકોટ. જસદણ તાલુકા સેવા સદન ખાતે નવનિર્મિત જિમ સેન્ટરનું ગઈકાલે 30 જુલાઈએ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક સાધનોથી સજ્જ જસદણ તાલુકાનું આ જિમ સેન્ટર દરેક વર્ગના લોકો માટે ફાયદારૂપ સાબિત થશે અને કોઈ પણ વ્યક્તિ નજીવી ફી ચૂકવીને આ જિમનો ભરપૂર ઉપયોગ કરી શકશે. પરંતુ હાલ રાજ્યભરમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. અનલોક-3માં સરકારે અમુક સેવાઓમાં છૂટછાટ આપી હતી. પરંતુ જિમ, જિમ્નેસ્ટિક અને રેસ્ટોરા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ અનલોક-3ના એક દિવસ બાદ જિમનું ઉદઘાટન કરતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વિવાદમાં આવ્યા છે.

કુંવરજી બાવળિયાએ જિમમાં કસરત પણ કરી હતી

ફોટા પ્રસિદ્ધ થતા એક નવો વિવાદ સર્જાયો
5 ઓગષ્ટથી અનલોક-3માં રાજ્ય સરકારે આ તમામમાં છૂટ આપી જ દીધી છે. પરંતુ અનલોક-3ના એક દિવસ બાદ પણ દેશમાં જિમ જેવી સુવિધાઓ હાલ બંધ છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ તાલુકા સેવા સદન કચેરી ખાતે જિમનું ઉદઘાટન કર્યું હતું. એટલું જ નહીં બાવળિયાએ જિમનું ઓપનિંગ કરીને જિમના મશીન ઉપર બેસી નિરીક્ષણ પણ કર્યું હતું. આ ફોટા પ્રસિદ્ધ થતા એક નવો વિવાદ સર્જાયો છે. જો કે આગામી તા.5મીથી જિમ ખુલી જ રહ્યા છે. ત્યારે આ ઘટના આમ તો સામાન્ય છે પરંતુ કાયદો સૌ માટે સમાન હોય છે એ ન્યાયે આ ઘટનાએ નવો વિવાદ શરૂ કર્યો છે.

બાવળિયાએ જિમનું ઉદઘાટન કર્યાનો ઉલ્લેખ પોતાના ટ્વીટર હેન્ડલ પર પણ કર્યો
કુંવરજી બાવળિયાએ જસદણ સેવા સદન ખાતે જિમનું ઉદઘાટન કર્યાના ફોટો પોતાના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યા હતા. તેમજ કુંવરજી બાવળિયાએ ઉદઘાટન કરતા ફોટા તેમજ વિવિધ સાધનો પર કસરત કરતા ફોટા પણ શેર કર્યા છે. આથી નવો વિવાદ સર્જાયો છે. કુંવરજી બાવળિયાએ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા જસદણ ખાતે રૂ. 20 લાખના ખર્ચે નવનિર્મિત તાલુકા જિમ સેન્ટરની મુલાકાત લઇ જિમમાં લોકઉપયોગ અર્થે વસાવાયેલ કસરતના વિવિધ સાધનો અંગે માહિતી મેળવી હતી. આ તકે તેઓએ જણાાવ્યું હતું કે, આ જિમ આ વિસ્તારના લોકોમાં તંદુરસ્તી માટે જાગૃતિ કેળવવામાં મદદરૂપ થશે અને લોકો આ જિમનો ઉપયોગ કરી સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનશે.