દહેગામ : 5 વર્ષ પહેલા નદીમાં પધરાવેલ મૂર્તિઓની કરવામાં આવી રઈ છે શોધખોળ ….જાણો શા માટે …..

0
40

2015માં નીલકંઠ મહાદેવનું મંદિર ગ્રામજનોના સહયોગથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો.
૪૦૦ વર્ષ જૂની મૂર્તિ હતી તે ટ્રેક્ટરમાં ભરીને હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલમાં પધરાવી દેવામાં આવી.
જેટલા વ્યક્તિઓ મૂર્તિઓ પધરાવવા ગયા હતા તેમના ઘરોમાં સંકટના વાદળ વરસ્યા.
હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલમાં મૂર્તિઓની શોધખોળ ચાલુ કરી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણારાઠોડ ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને ગામની પાદરે આવેલું નીલકંઠ મહાદેવ નું મંદિર ૪૦૦ વર્ષ પુરાણું થઈ ગયું હોવાથી નવું બનાવીને જૂની દેવી દેવતાઓની જે મૂર્તિઓ હતી તે તમામ મૂર્તિઓ ગ્રામજનોના તેમજ બ્રાહ્મણોના કહેવાથી નર્મદા કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા નવી મૂર્તિઓથી કરવામાં આવી હતી. ત્યારે આજે 2020 ની અંદર જે મૂર્તિઓ ટ્રેક્ટરમાં જેટલા પધરાવવા ગયા હતા તેમના ઘરમાં અશાંતિ અને હેરાન પરેશાન થવાના અહેવાલો જાણવા મળેલ છે.

 

 

આ હેરાન થતા વ્યક્તિઓએ કોઈ સાધુ સંતો જોડે તપાસ કરાવતા માહિતી જાણવા મળી કે આ મૂર્તિઓ નીલકંઠ મહાદેવની જેટલા વ્યક્તિઓ નર્મદા કેનાલમાં પધરાવી ગયા છે એ તમામની ઉપર સંકટ આવેલું છે. તેથી છેલ્લા બે દિવસથી જેટલા મૂર્તિઓ નર્મદા કેનાલમાં પધરાવી ગયા હતા કે બધા જ થઈને છેલ્લા બે દિવસથી નર્મદા કેનાલમાં તરવૈયાઓ દ્વારા આ મૂર્તિઓ બહાર કાઢવામાં આવી રહી છે. અને હજુ હનુમાન દાદાની મૂર્તિ નહીં મળતી હોવાથી તેની શોધ હાલમાં ચાલુ છે અને જો આ મૂર્તિઓ તમામ મળી જશે તો આ તમામ જૂની મૂર્તિઓ વાસણા રાઠોડ ગામે આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં લાવીને બ્રહ્મણો અને ગ્રામજનોના આયોજન મુજબ તેની વિધિ કરવામાં આવશે। પરંતુ આના ઉપરથી ફલિત થાય છે કે જૂની મૂર્તિઓમાં ભગવાનનો વાસ હોય છે તેથી કોઈ સંત-મહંતની પૂરી વિગત મેળવ્યા સિવાય ક્યાંય નાખવી નહીં અને ખંડિત કરવી નહીં એવું દેખાઈ રહ્યું છે. ભગવાન ભોળાનાથ સૌના રખોપા કરે અને સમગ્ર ગ્રામજનો આજે તમામ મૂર્તિઓ શોધવા માટે સવારથી નર્મદા કેનાલ જતા રહે છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર.