Thursday, March 28, 2024
Homeઆઝમ ખાન પર લેવાયેલાં પગલાંથી સપા ભડક્યો, રામપુરમાં કરશે શક્તિ પ્રદર્શન
Array

આઝમ ખાન પર લેવાયેલાં પગલાંથી સપા ભડક્યો, રામપુરમાં કરશે શક્તિ પ્રદર્શન

- Advertisement -

રામપુર, તા.1 ઓગસ્ટ 2019, ગુરૂવાર

સપા સાંસદ આઝમ ખાનની જૌહર ટ્રંસ્ટની યુનિવર્સિટીએ કરેલા જમીન પરના કબજા સામે રાજ્ય સરકારે લીધેલાં પગલાંથી સમાજવાદી પક્ષ ભડક્યો હતો અને આજે ગુરૂવારે રામપુરમાં શક્તિ પ્રદર્શનની જાહેરાત કરી હતી.

કોઇ પણ અનિચ્છનીય બનાવ ટાળવા રાજ્ય સરકારે રામપુરમાં જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. રામપુરમાં દાખલ થવાની તમામ સીમાઓ સીલ કરી દેવામાં આવી હતી. જો કે વાતાવરણમાં ભારે ટેન્શન હતું.જૌહર યુનિવર્સિટી પર પડેલા દરોડા અને ધારાસભ્ય અબ્દુલ્લા આઝમની કરાયેલી આકરી પૂછપરછથી સમાજવાદી પક્ષ નારાજ થયો હતો. આજે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની આગેવાની હેઠળ રામપુરમાં શક્તિ પ્રદર્શન કરવાની સપાએે જાહેરાત કરી હતી. આજે થનારા શક્તિ પ્રદર્શનમાં રામપુરની આશપાસના બદાયું, બરેલી, સંભલ, મુરાદાબાદ, બિજનોર, બાગપત અને અન્ય જિલ્લાઓના સપાના કાર્યકરોને આજે સવારે કોઇ પણ રીતે રામપુર પહોંચવાની હાકલ અખિલેશ યાદવે બુધવારે કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular