સપ્તાહના અંતિમ કારોબારી દિવસમાં તેજી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો

0
5

વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટીસીએસ જેવા મોટા શેરોમાં થયેલા વધારાને પગલે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેર માર્કેટ લીલા નિશાન પર બંધ રહ્યું. દિવસના ઉતાર ચડાવ પછી બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 0.31 ટકા વધીને 127.01 પોઇન્ટના વધારા સાથે 40685.50 પર બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 0.28 ટકા (33.90 પોઇન્ટ) વધીને 11930.35 ના સ્તર પર બંધ થયો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે મારુતિ, એમ એન્ડ એમ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ અને બજાજ ઓટોના શેર લીલા નિશાન પર બંધ થયા છે. ગેઇલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, હિન્દાલ્કો અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર નાખીએ તો આજે બેંકો, ખાનગી બેંકો, રિયલ્ટી અને ફાર્મા લાલ નિશાન પર બંધ થયા છે. મીડિયા, આઈટી, એફએમસીજી, ઓટો, ફાઇનાન્સ સેવાઓ, મેટલ અને પીએસયુ બેંકો લીલા નિશાન પર બંધ થયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here