સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા ઉછાળો, સેન્સેક્સ 38,067 પર માર્કેટ અટક્યું

0
6

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા ઉછાળો જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં ખુશી છવાઇ છે. જેમાં સેન્સેક્સ +94.71 પોઇન્ટ એટલે 0.25% ટકાના વધારા સાથે 38,067.93 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી +25.15 પોઇન્ટ એટલે 0.22% ટકાના વધારા સાથે 11,247.55 પર બંધ રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે ગ્રાસિમ, ટેક મહિન્દ્ર, ટાઇટન, નેસ્લે ઇન્ડિયા અને ડોક્ટર રેડ્ડીના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. તેમજ બીપીસીએલ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઈન્ડસઇન્ડ બેંકના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો ઓટો, પ્રાઇવેટ બેંક, રિયાલ્ટી, પીએસયુ બેંક અને મેટલ સિવાયના તમામ સેક્ટર્સ લીલા નિશાન પર બંધ થયા છે. તથા આઇટી, ફાઇનાન્સ સર્વિસ, બેંક, એફએમસીજી, ફાર્મા અને મીડિયાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here