શેર બજાર ભારે કડાકા સાથે થયું બંધ, ડોલર સામે રૂપિયો 20 પૈસા તૂટ્યો.

0
10

યુએસ ફેડરલ રિઝર્વે હતાશાના આર્થિક દૃશ્ય વિશે બોલ્યા પછી વૈશ્વિક બજારોમાં રોકાણકારોની ભાવના નબળી પડી, જેની અસર સ્થાનિક બજારો પર પણ પડી હતી અને દિવસના કામકાજ પછી શેરબજાર સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે ભારે કડાકા સાથે બંધ થયો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 1.02 ટકા તૂટીને 394.40 પોઇન્ટના અંતે 38220.39 પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 96.૨૦ પોઇન્ટના ઘટાડા સાથે 3.8484 ટકા ઘટીને 11312.20 ના સ્તરે બંધ રહ્યો હતો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો એનટીપીસી, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, જી લિ., આઇઓસી, હિંડાલ્કો, હીરો મોટોકોર્પ, સિપ્લા, ટાટા સ્ટીલ અને ગેઇલના શેર આજે લીલા નિશાન પર બંધ થયા છે. એચસીએલ ટેક, ડોક્ટર રેડ્ડી, શ્રી સિમેન્ટ, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, મારુતિ, હિન્દુસ્તાન યુનિલિવર અને ગ્રાસિમના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here