દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 134 પોઇન્ટ ઘટી થયો બંધ

0
0

શેરબજારમાં દિવસના અંતે કડાકો જોવા મળ્યો છે. જેમાં શેરબજારમાં દિવસના અંતે −134.03 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −134.03 અંક એટલે કે 0.34% ટકા ઘટીને 38,845.82 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −11.15 પોઈન્ટના ઘટાડા સાથે 11,504.95 પર બંધ રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીઓ તો આજે ડોક્ટર રેડ્ડી, અદાણી પોર્ટ્સ, સિપ્લા, ભારતી એરટેલ અને એમઅન્ડએમના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ શ્રી સિમેન્ટ, બજાજ ફિન્સર્વ, એચડીએફસી બેંક, મારૂતિ અને કોટક બેંકના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

સેકટોરીયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે આઇટી, ઓટો, રિયાલ્ટી, મીડિયા અને ફાર્મા લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ પીએસયુ બેંક, ફાઇનાન્સ સર્વિસિસ, બેંક, પ્રાઇવેટ બેંક, એફએમસીજી અને મેટલ લાલ નિશાન પર બંધ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here