બેંકિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટર્સમાં વેચવાલીના થતા શેરબજાર પટકાયું, સોના-ચાંદીમાં તેજી

0
8

દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ આવ્યું છે. સપ્તાહના પહેલા દિવસે ટ્રેડિંગ સેશન દરમિયાન બેંકિંગ અને ફાઇનાન્સિલ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 194 અંક અથવા 0.51 ટકા ગગડીને 37,934 નજીક સેટલ થયો છે.

જ્યારે નિફ્ટી 50 આંક 62 પોઈન્ટ અથવા 0.56 ટકા ઘટીને 11,131 નજીક બંધ આવ્યો છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો આજે ઈન્ડેક્સ 813 પોઈન્ટ અથવા 3.59 ટકાના ગાબડા સાથે 21,848 નજીક બંધ આવ્યો છે. આ સિવાય બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1 ટકા અને 0.98 ટકા પટકાઈને સેટલ થયા છે.

આ સિવાય વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે એનર્જી, મેન્યુફેક્ચરિંગ, મેટલ, ટેક અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સમાં તેજી જોવા મળી. જ્યારે અન્ય સેક્ટર્સ વેચવાલીના કારણે લાલ નિશાનમાં બંધ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ 857 શેર્સમાં તેજી જ્યારે 1,790 શેર્સમાં મંદી જોવા મળી. જ્યારે 161 શેર્સ ફેરફાર વગર રહ્યા.

ડોલર સામે રૂપિયો સ્થિર, સોના-ચાંદીમાં તેજી

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સોમવારે સ્થિર રહી 74.83 પર બંધ આવ્યો છે. જ્યારે ટ્રેડિંગ દિવસના શરૂઆતી સેશનમાં રૂપિયો 74.70 પર ખુલ્યો હતો. પરંતુ દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં રૂપિયો ફ્લેટ બંધ આવ્યો છે. જ્યારે બીજી તરફ સપ્લાય સામે માંગમાં વધારો થતા સોના-ચાંદીમાં શાનદાર તેજી જોવા મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાનો વાયદા ભાવ 825 રૂપિયા ઉછળીને 51,860 નજીક પ્રતિ 10 ગ્રામ જ્યારે એમસીએક્સ પર ચાંદીના ભાવ 3,360 રૂપિયા ચઢી 64,583 પ્રતિ કિલો પર બંધ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here