લાલ નિશાન પર ખુલ્યું શેર બજાર, સેન્સેક્સમાં 250થી વધારે પોઈન્ટનો ઘટાડો

0
2

આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 257.28 પોઇન્ટ (0.59 ટકા) ઘટીને 43099.91 પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 69.40 પોઇન્ટ (0.55 ટકા) ના ઘટાડા સાથે 12621.40 પર ખુલ્યો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ટાઇટન, ઇચર મોટર્સ, ડોક રેડ્ડી, સન ફાર્મા, એમ એન્ડ એમ, હિન્દુસ્તાન યુનિવીવર, ગ્રાસિમ, રિલાયન્સ અને એશિયન પેઇન્ટ્સ તેજી સાથે શરૂ થયા. એલએન્ડટી, એસબીઆઇ, હિન્દાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ઈન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી અને એક્સિસ બેંકના શેરો લાલ નિશાન પર ખુલ્યા છે.

જો સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર નાખીએ તો આજે રિયલ્ટી, ઓટો, ફાર્મા અને એફએમસીજી સિવાય તમામ સેક્ટર લાલ નિશાન પર ખુલ્યા છે. આમાં ફાઇનાન્સ સેવાઓ, બેંકો, ખાનગી બેન્કો, પીએસયુ બેંકો, આઇટી, ધાતુઓ અને મીડિયાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here