સપ્તાહના પહેલા દિવસે શેર માર્કેટ તેજી સાથે ખુલ્યું, સેન્સેક્સમાં 348 જ્યારે નિફ્ટીમાં 116 પોઈન્ટનો ઉછાળો

0
6

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે શેર માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યુ હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 348.55 પોઈન્ટ વધી 40331.53ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીની શરૂઆત 116.75 પોઈન્ટના વધારા સાથે 11,879.20 ઉપર થઈ હતી. અનુભવીઓનું માનવું છે કે આગળ હજુ ઉતાર ચઢાવ રહેશે. એટલા માટે રોકાણકારોએ ખુબ જ સાવધાની રાખવી જોઈએ.

આ અઠવાડિયે માર્કેટ વિવિધ કંપનીઓ કંપનીઓના ટર્ન ઓવર અને કોરોનાની સાથે જોડાયેલા ઘટનાક્રમો ઉપર નક્કી થશે. વિશ્લેષકોનું કહેવું છે કે  આ સપ્તાહે નફો કમાવવાની તક પણ ઘણી વધી શકે છે. યૂરોપમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ગયા સપ્તાહે બજારમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. આ સપ્તાહે એશિયન પેઈન્ટ્સ, એસીસી, બજાજ ઓટો, હિન્દુસ્તાન યૂનિલીવર, અલ્ટ્રાટેક સીમેંટ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ,આઈડીબીઆઈ બેંકના ત્રિમાસિક પરિણામો આવશે.

દિગ્ગજ શેરોની વાત કરવામાં આવે તો આજે એસીબીઆઈ લાઈફ, ડોક્ટર રેડ્ડી, કોલ ઈંડિયા, અદાણી પોર્ટ્સ અને ઓએનજીસીના શેરની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. જ્યારે એક્સિસ બેંક, ગ્રાસિમ, ટીસીએસ, સિપ્લા અ આઈઆઈસીઆઈ બેંકની શરૂઆત લાલ નિશાન સાથે થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here