Thursday, October 28, 2021
Homeસામાન્ય ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 40,000ની ઉપર, જુઓ વિગતે
Array

સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 40,000ની ઉપર, જુઓ વિગતે

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરના બજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 37.36 અંક એટલે કે 0.09 ટકાના ઘટાડા સાથે 41,268.67 પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6.10 અંક એટલે કે 0.05 ટકાના ઘટાડા પછી 12,131.85 પર ખુલ્યો.

મોટા શેરોની વાત કરીએ તો આજે હીરો મોટોકોર્પ, ઝી લિમિટેડ, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક, ટાઇટન, યુપીએલ, બજાજ ઓટો, ગેઇલ અને બ્રિટાનિયાના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. ટાટા મોટર્સ, વેદાંત લિમિટેડ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, કેતક મહિન્દ્રા બેંક, બીપીસીએલ, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મેટલ, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી અને ફાર્મા લાલ નિશાન પર ખુલ્યા છે. એફએમસીજી, ઓટો, આઇટી અને મીડિયા લીલા નિશાન પર ખુલ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments