મામૂલી ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર, 40,000 ઉપર કારોબાર કરી રહ્યો છે સેન્સેક્સ

0
0

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેર બજાર(Stock Market) ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ(Sensex) 65.65 પોઇન્ટ (0.16 ટકા) ઘટીને 40365.95 ના સ્તર પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી(Nifty) 12.05 પોઇન્ટ (0.10 ટકા) નીચે 11,861 પર શરૂ થયો. વિશ્લેષકોના મતે વધુ બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઇઓસી અને એચડીએફસી લાઇફના શેર લીલા નિશાન પર શરૂ થયા છે. મંદીથી આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક અને બજાજ ફાઇનાન્સની શરૂઆત ઘટાડા સાથે થઈ.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાર્મા અને આઇટી સિવાયના તમામ ક્ષેત્ર ઘટાડા સાથે ખુલ્યા છે. આમાં મીડિયા, એફએમસીજી, પીએસયુ બેંક, રિયલ્ટી, ફાઇનાન્સ સર્વિસીસ, મેટલ, ઓટો, બેંક અને ખાનગી બેન્કો શામેલ છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here