Friday, April 19, 2024
Homeસકારાત્મક વૈશ્વિક સંકેતોથી શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 592 પોઇન્ટ વધીને માર્કેટ થયુ બંધ
Array

સકારાત્મક વૈશ્વિક સંકેતોથી શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 592 પોઇન્ટ વધીને માર્કેટ થયુ બંધ

- Advertisement -

સ્થાનિક શેરબજાર આજે બંધ થતા પણ ઉછાળો જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં ખુશી છવાઇ છે. જેમાં સેન્સેક્સ +592.97 પોઇન્ટ એટલે 1.59% ટકાના વધારા સાથે 37,981.63 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી +177.30 પોઇન્ટ એટલે 1.60%ટકાના વધારા સાથે 11,227.55 પર બંધ રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે ઈન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, એક્સિ બેંક, ઓનજીસી અને ટાટા મોટર્સના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. તેમજ વિપ્રો, હિન્દુસ્તાન યુનિલીવર, નેસ્લે ઇન્ડિયા અને ઇન્ફોસિસના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો બધા સેકટરો લીલા નિશાન સાથે બંધ થયા છે. તેમાં ફાઇનાન્સ સર્વિસીઝ, બેંક, પ્રાઇવેટ બેંક, એફએમસીજી, રિયાલ્ટી, આઇટી, ફાર્મા, ઓટો, મીડિયા, પીએસયુ બેંક અને મેટલ શામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular