શેરબજારમાં સતત બીજા દિવસે મંદી: આંક વધુ 155 પોઈન્ટ તૂટયો

0
19

રાજકોટ તા.21
મુંબઈ શેરબજારમાં આજે સતત બીજાદિવસે મંદીનો આંચકો હતો. હેવીવેઈટ શેરોમાં સતત આક્રમણકારી વેચવાલીથી સેન્સેકસમાં 155 પોઈન્ટનું ગાબડુ પડયું હતું.
શેરબજારમાં આજે માનસ નબળુ જ બની રહ્યું હતું. ઈરાને વધુ એક વખત અમેરિકી સૈન્ય મથકે મિસાઈલકારો કરતા વિશ્ર્વબજારો ઢીલા પડી ગયા હતા. આ સિવાય ઘરઆંગણે કોર્પોરેટ પરિણામો પ્રત્યાઘાત પાડતા જ રહ્યા હતા. જાન્યુઆરી ફયુચરના છેલ્લા દિવસો તથા ત્યારપછી સામાન્ય બજેટ આવવાનું હોવાથી અત્યારથી જ તે દિશામાં મીટ મંડાવા લાગી હતી.

શેરબજારમાં આજે મોટાભાગના શેરો નબળા રહ્યા હતા. તેમણે પાવરગ્રીડ, એચડીએફસી બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એક્ષીસ બેંક, એચડીએફસી બેંક, હીરો મોટો, કોટક બેંક, મારૂતી પાવરગ્રીડ, એડીશન પેઈન્ટસ વગેરેમાં ઘટાડો હતો. રીલાયન્સ એચડીએફસી, ભારતી એરટેલ, ઝી એન્ટર, ભારત પેટ્રો, કોલ ઈન્ડિયા, ડીશ ટીવી વગેરે મજબૂત હતા.

મુંબઈ શેરબજારના સેન્સીટીવ ઈન્ડેકસમાં 155 પોઈન્ટનો ઘટાડો હતો અને 41373 હતો જે ઉંચામાં 41532 તથા નીચામાં 41301 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 44 પોઈન્ટના ઘટાડાથી 12180 હતો જે ઉંચામાં 12230 તથા નીચામાં 12162 હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here