સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં નિરાશા છવાઇ : સેન્સેક્સ 697 પોઇન્ટ તૂટ્યો.

0
4

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50100ની નીચે જ્યારે નિફ્ટીએ 14,100.75 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સેન્સેક્સમાં 697 પોઇન્ટના ઘટાડા સાથે 50,094.15 પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે નિફ્ટી 206 પોઇન્ટના ઘટાડા સાથે 14,824 પર કારોબાર કરી રહ્યું છે.

સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.22 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.08 ટકાનો  મામૂલી વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.23 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 259.39 અંક એટલે કે 0.51 ટકાના ઘટાડાની સાથે 50532.69 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 79.80 અંક એટલે કે 0.53 ટકા ઘટીને 14951.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં 0.24-0.66 ટકા વેચવાલી વાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.55 ટકા ઘટાડાની સાથે 35,302.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો, એફએમસીજી, આઈટી અને રિયલ્ટી શેરોમાં વધારો દેખાય રહ્યો છે.

દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, ગેલ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેન્ક 0.54-1.70 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, ઓએનજીસી, આઈઓસી, પાવર ગ્રિડ, ટેક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી અને એશિયન પેંટ્સ 0.83-1.37 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં કંટેનર કૉર્પ, એયુ સ્મૉલ ફાઈનાન્સ, બેન્ક ઑફ ઈન્ડિયા, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને જેએસડબ્લ્યુ એનર્જી 2.11-2.67 ટકા સુધી લપસ્યા છે. જ્યારે 3એમ ઈન્ડિયા, બીએચઈએલ, વોલ્ટાસ, એમફેસિસ અને અદાણી પાવર 0.99-3.42 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં એમટીએનએલ, બિલ્સ જીવીએસ, મજેસ્કો, જિઓજિત ફાઈનાન્સ અને ઓલેક્ટ્રા ગ્રીન 3.82-6.56 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં આરપીએસજી વેન્ચર્સ, આશિયાના હાઉસિંગ, મેઘમણી ઑર્ગેનિક્સ, જિંદાલ પોલિફિલ્મ અને બ્લેક રોઝ ઈન્ડસ્ટ્રીઝ 6.45-18.37 ટકા સુધી મજબૂત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here