શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો, સેન્સેક્સમાં 655 અંકનું ગાબડું, નિફ્ટી 14500ની નીચે

0
7

ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1.45 કલાકે સેન્સેક્સ 655 અંક ઘટી 49015 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 165 અંક ઘટી 14420 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, M&M, મારૂતિ સુઝુકી, HCL ટેક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 3.83 ટકા વધી 3848.50 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 1.07 ટકા વધી 2743.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એક્સિસ બેન્ક, HDFC બેન્ક, HDFC, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 1.74 ટકા ઘટી 664.05 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 0.94 ટકા ઘટી 1460.10 પર કારોબાર કરી રહ્યો છે.

આજે આવશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ

પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 22 જાન્યુઆરીના ત્રિમાસિક પરિણામ આજે જાહેર કરશે. આ સિવાય યસ બેન્ક, ગ્લેન્ડ ફાર્મા, ઈન્ડિયન બેન્ક, સેન્ચુરી ટેક્સટાઈલ, ક્રોમ્પટન ગ્રીવ્સ, ઓવેરોય રિયલ્ટી સહિત 41 કંપનીઓ પણ ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો આજે જાહેર કરશે. આજે યસ બેન્કની બોર્ડની બેઠક છે. તેમાં ફન્ડ એકત્રિત કરવા બાબતે ચર્ચા થશે.

ઈન્ડિગો પેન્ટ્સ IPOનો અંતિમ દિવસ

IPOના બીજા દિવસે 21 જાન્યુઆરીએ ઈન્ડિગો પેન્ટ્સનો IPO 6.97 ગણ ભરાયો હતો. તેમાં રિટેલ હિસ્સો 9.6 ગણો, કર્મચારીઓ માટે રિઝર્વ હિસ્સો 1.8 ગણો ભરાયો હતો. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટયુશન બાયર્સ(QIB) 3.8 ગણો અને બિન સંસ્થાગત રોકાણકારો માટે રિઝર્વ હિસ્સો 5.4 ગણો ભરાયો હતો. તે પહેલા દિવસે પણ 1.9 ગણો ભરાયો હતો. ઈન્ડિગો પેન્ટ્સનો IPO 22 જાન્યુઆરીએ બંધ થઈ જશે. આ જ રીતે હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપનીનો IPO 21 જાન્યુઆરીએ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. કંપનીના 1.56 કરોડ શેર માટે 1.62 કરોડ શેર પર બોલી મળી હતી. તે 25 જાન્યુઆરીએ બંધ થઈ જશે.

એશિયાઈ બજારોમાં દબાણ

શુક્રવારે એશિયાઈ બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.50 ટકા, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.28 ટકા અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.83 ટકા ઘટી કારોબાર કરી રહ્યો છે. જ્યારે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.38 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે યુરોપના શેરબજારોમાં પણ ઘટાડો નોંધાયો હતો. તેમાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેર માર્કેટ સામેલ છે. જોકે રાહત પેકેજની આશાથી અમેરિકાના શેરબજારોમાં નેસ્ડેક અને S&P 500 ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા.