વડોદરાની ગોત્રી-સયાજી હોસ્પિટલના 280 ઇન્ટર્ન તબીબોની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત, જુનિયર ડોક્ટર એસોસિયેશન અને યુજી મેડિકલ સ્ટુડન્ટ પણ જોડાશે

0
7

વડોદરા શહેરની ગોત્રી અને સયાજી હોસ્પિટલના 280 ઇન્ટર્ન તબીબોની સ્ટાઇપેન્ડ વધારવા સહિતની ત્રણ માંગ સાથે પાડેલી હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે. આજે પણ ઇન્ટર્ન તબીબોએ ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં તબીબોના દેખાવો કર્યાં હતા અને સરકાર પાસે સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરી હતી અને સરકાર માંગ નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી અને આગામી સમયમાં જુનિયર ડોક્ટર એસોસિયેશન અને યુજી મેડિકલ સ્ટુડન્ટ પણ હડતાળમાં જોડાશે.

ઇન્ટર્ન તબીબોની 20 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડની આપવાની માંગ…
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના 180 અને ગોત્રી હોસ્પિટલના 100 ઇન્ટર્ન તબીબો છેલ્લા 3 દિવસથી હડતાળ પર ઉતર્યાં છે. રાજ્ય સરકાર સ્ટાઇપેન્ડ 12,800થી વધારીને 20,000 રૂપિયા આપે તેવી ઇન્ટર્ન તબીબોની માંગ છે અને સાથે જ રોજ કોરોના વોર્ડમાં કામ કરવાના 1 હજાર રૂપિયા આપવાની પણ ઇન્ટર્ન તબીબો માંગ કરી રહ્યા છે. મુંબઇમાં ઇન્ટર્ન તબીબોને માસિક 39,000 રૂપિયા, કેરાલામાં 30,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

સરકાર અમારી માંગ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી હડતાળ ચાલુ જ રાખીશું…
ઇન્ટર્ન તબીબ ધ્રુતિએ જણાવ્યું હતું કે, બીજા રાજ્યોમાં જે સ્ટાઇપેન્ડ મળે છે, તેટલુ જ અમને સ્ટાઇપેન્ડ અમને મળવુ જોઇએ. આ ઉપરાંત અમે એક મહિનામાં 10 દિવસ કોવિડ વોર્ડમાં જઇએ છીએ. તેમાં એક દિવસના 1 હજાર રૂપિયા ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવે તેવી અમારી માંગ છે. જ્યાં સુધી સરકાર અમારી માંગ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી અમે હડતાળ ચાલુ જ રાખીશું અને આગામી દિવસોમાં જુનિયર ડોક્ટર એસોસિયેશન અને યુજી મેડિકલ સ્ટુડન્ટ પણ અમારી સાથે હડતાળમાં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here