સુરત : પાર્લે પોઈન્ટ ખાતેના સરગમ શોપિંગ સેન્ટરનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જર્જરીત આવતાં પાલિકાએ સીલ મારી દીધું.

0
5

પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટર અને કોમ્પ્લેક્સને પાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. જર્જરીત થયેલી આ ઇમારતના ફ્લેટ ધારકો અને દુકાન ધારકોને અવારનવાર પાલિકા દ્વારા રિનોવેશન કરાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી. છતાં રિનોવેશનની કામગીરી ન કરાતા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે.

ઈમારતનો ભાગ તૂટી પડ્યા બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
ઈમારતનો ભાગ તૂટી પડ્યા બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી.

 

રિપોર્ટના આધારે કાર્યવાહી

પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ સરગમ કોમ્પ્લેક્સના પેન્ટ હાઉસનો ભાગ અગાઉ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જે ઘટના બાદ પાલિકા દ્વારા ઇમારતનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે રિપોર્ટમાં ઇમારત જર્જરિત હોવાનું બહાર આવતા પાલિકા દ્વારા રિનોવેશન કરાવવા અવારનવાર ફ્લેટ ધારકો અને દુકાન ધારકોને નોટિસ પાઠવી હતી. છતાં નોટિસ ની અવગણના કરતા અગાઉ પાલિકાએ શોપિંગ સેન્ટર ની દુકાનોને સીલ મારી ફ્લેટ ધારકોને પણ ફરી નોટિસ આપી હતી.

દુકાનો પણ હોવાથી તેને પણ બંધ કરી દેવામાં આવી છે.
દુકાનો પણ હોવાથી તેને પણ બંધ કરી દેવામાં આવી છે.

 

ચાર નોટિસ અપાઈ હતી

ચાર-ચાર વખત નોટિસ પાઠવવા છતાં ફલેટ અથવા દુકાનધારકોના પેટનું પાણી હલ્યું નહોતું. જેથી પાલિકા દ્વારા ગત રોજ જર્જરિત સરગમ શોપિંગ અને કોમ્પ્લેકસને બિનરહેણાંક જાહેર કરી સીલ કરી દીધું હતું. હાલ શોપિંગ સેન્ટરમાં આવેલ 164 દુકાનો અને 164 જેટલા ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યાં મિલકતોમાં પાલિકા દ્વારા બેનરો લગાડી કોઈ પણ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જો કે શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ લાગી જતા નાના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here