JEE ની પરીક્ષાનું ઝળહળતું પરિણામ લાવી હળવદના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું.

0
0
JEEની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ જેની પરીક્ષા માટે વિધાર્થીઓ ધર બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી તૈયારી કરીને પરીક્ષા આપી હતી જેમા વિદ્યાર્થીઓને સારી સફળતા મળેલી છે જેમા હળવદની મહર્ષિ ગુરુકુળના બે તારલા પણ તાલુકામાં પ્રથમ અને દ્વિતિય નંબર સાથે 97.42 અને 95.76 PR પરિણામ લાવી હળવદનું ગૌરવ વધાર્યું છે જેમાં પટેલ ખુશ અને પટેલ તીર્થ બંને તેજસ્વી તારલાએ ઝળહળતું પરિણામ મેળવીને મહર્ષિ ગુરુકુળનું નામ રોશન કર્યું છે અને આ અગાઉ પણ મહર્ષિ ગુરુકુલના વિધાર્થીઓએ મેદાન માર્યું હતું હાલમાં પણ બીજી વખત ચમક્યા છે.આ વિદ્યાર્થીઓએ ઘર બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવીને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે જેને મહર્ષિ ગુરુકુલના મેનેજીંગ ડિરેક્ટર રજનીભાઈ સંધાણી અને સાયન્સ વિભાગના સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ,  CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here