સુરતમાં ડોક્ટરની સફળતા, હૃદયના અસાધ્ય બની ગયેલા નળીના બ્લોકેજને હીરાથી સાફ કરે છે

0
13

ડાયમંડ નગરી સુરતમાં હીરાનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે એક હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા હીરાના ઉપયોગથી હાર્ટની સફાઈ એટલે કે હૃદયની નળીના બ્લોકેજને હીરાથી દૂર કરે છે. જે રીતે જ્વેલરીમાં હીરાને જડવામાં આવે છે એ જ રીતે મશીનની આગળના ભાગમાં હીરાને જડવામાં આવ્યા હોય છે, જે બ્લોક નળીને સાફ કરી દે છે.

હાર્ટની નળીમાં કેલ્શિયમ હટાવવા ઉપયોગ

સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ હૃદયના અસાધ્ય બની ગયેલા નળીના બ્લોકેજને હીરાથી સાફ કરી રહ્યા છે. સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. અતુલ અભ્યંકર એક રત્નકલાકારની જેમ સાચા હીરાને એક ડ્રિલ મશીન(ડાયમંડ રોટા બ્લેટર) ઉપર જડે છે અને આ ડ્રિલ મશીન સીધુ દર્દીના હૃદય સુધી જાય છે. એ નળી જ્યાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જાય છે. જે સામાન્ય બ્લોકેજ દૂર કરવાની પ્રક્રિયાથી નીકળી શકે એ શક્ય નથી. 100 વ્યક્તિને હાર્ટ-અટેક આવે એમાંથી 4 વ્યક્તિને નળીમાં કેલ્શિયમ જામી જાય છે. આ કેલ્શિયમને હટાવવા માટે આ રિયલ ડામયંડ સ્ટડેડ રોટાબ્લેટર સિસ્ટમ દ્વારા કેલ્શિયમને હટાવવામાં આવે છે.

સુરતના ફળના વેપારીનો હાર્ટ બ્લોકેજ દૂર કર્યો

નળીમાં કેલ્શિયમ વધારે હોય ત્યારે એન્જિયોપ્લાસ્ટિકથી અંદર બલૂનથી ફુલાવવામાં આવે છે. ત્યારે પથ્થર જેવું થઈ ગયું હોવાથી બલૂન ફૂલતા નથી અથવા તેના પર પ્રમાણ કરતાં વધારે પ્રેશર નાખવામાં આવે તો નળી અથવા બલૂન ફાટી જવાની શક્યતા છે. ત્યારે આવા સમયે રોટાબ્લેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી જ સમસ્યામાં સુરતના ફળના વેપારી સાથે થઈ હતી. આઝમ કેળાવાળા નામના દર્દીનો આ પદ્ધતિથી હાર્ટ બ્લોકેજ દૂર કર્યો છે.

ડાયમંડ રોટાબ્લેટર જોવા ઈરાનથી મેડિકલ ટીમ પણ આવી ચૂકી છે

ડો.અતુલ અભ્યંકરે જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી કઠોર પથ્થર ગણાય છે. જ્યારે હાર્ટમાં કેલ્શિયમ જામી જાય ત્યારે એ પથ્થર જેવો સખત થઈ જાય છે, એટલે એને હટાવવા માટે આ મશીનના ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનની આગળ ડાયમંડ ફિટ કરવામાં આવ્યો હોય છે, જેથી કેલ્શિયમને હટાવી શકાય છે. સૌકોઈ જાણે છે કે સુરતમાં વિશ્વના 10માંથી 9 હીરા કટિંગ, પોલિશિંગ થાય છે, પરંતુ લોકો જાણતા નથી કે સુરતના ક્લીન હીરા થકી દિલની સફાઈ પણ કરી શકાય છે. જે મશીનમાં આ હીરા લગાડવામાં આવે એ ખૂબ જ અદ્યતન હોય છે, જેને જોવા ઈરાનથી મેડિકલ ટીમ પણ આવી ચૂકી છે.

રોટાબ્લેટર મશીન એક મિનિટમાં 1.60 લાખથી 1.80 લાખ વાર ફરે

ડો અતુલ અભ્યંકરે જણાવ્યું હતું કે સામાન્ય જે ખર્ચ બ્લોકેજ દૂર કરવામાં આવે છે એનાથી માત્ર 50 હજાર વધુનો ખર્ચ થકી આ અસાધ્ય બ્લોકેજ સાચા હીરાના માધ્યમથી દૂર કરવામાં આવે છે. જે એક મિનિટમાં ડાયમંડ રોટાબ્લેટર 1.80 લાખ વારાફરતી રોટાબ્લેટર મશીન એક ડ્રિલ મશીન કરતાં પણ વધારે સ્પીડમાં રાઉન્ડ ફરે છે. 500 વોલ્ટ સુધીનું રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 4000થી 5000 સ્પિડ પર ફરે છે.

કેલ્શિયમના કણ 5 માઈક્રોન કરતાં પણ નાના હોવાથી પસાર થઈ જાય છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હાર્ટની નળીના બ્લોકેજ હટાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 1.60 લાખથી 1.80 લાખ વાર ફરે છે. રોટા બ્લેટર દ્વારા કેલ્શિયમ રિમૂવ કરવામાં આવે છે. મશીનમાં ટેકનિકનો ઉપોયગ કરવામાં આવ્યો હોય છે. એટલાં માટે જ્યારે મશીન ફરે ત્યારે કેલ્શિયમના કણ 5 માઈક્રોન કરતાં પણ નાના હોય છે. એટલે સરક્યુલેશન દ્વારા પસાર થઈ જાય છે અને શરીરને પણ નુકસાન થતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here