ગુજરાત : સુજલામ સુફલામ યોજના સત્વરે શરૂ કરવામાં આવશે, શ્રમિકોને રોજગારી મળવાની શરૂ થશે, 27મીથી ઘઉંની ખરીદી શરૂ

0
19

રાજ્યમાં 27,800 ઉદ્યોગો ગઇકાલથી શરૂ થયા છે. જેમાં 1 લાખ 80 હજાર શ્રમિકો કામે લાગ્યા  હોવાનું મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છેકે, સુજલામ સુફલામ યોજનાને સત્વરે શરૂ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે. શ્રમિકોને રોજગારી મળવાની શરૂઆત થશે. 27 એપ્રિલથી ઘઉંની ખરીદીની શરૂઆત થશે. 27 એપ્રિલથી  30 મે સુધી ખરીદ પ્રક્રિયા ચાલુ રહેશે. ખેડૂતોને એસએમએસથી સમય અને તારીખ જણાવવામાં આવશે.

Corona Gujarat Live more than 1900 positive cases in state

રાજ્યમાં પ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયનથી ડિલવરી થઈ, દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીના નવા 127 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2066 થઇ છે. જ્યારે વધુ 6 લોકોના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 77એ પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં અમદાવાદ કરતા સુરતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. તેની સાથે સાથે દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે અને એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન પણ કરવામાં આવ્યું છે.

સુરતમાં 69, અમદાવાદમાં 50 કેસ નોઁધાયા

નવા પોઝિટિવ કેસો અંગે માહિતી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, સુરતમાં 69, અમદાવાદમાં 50 કેસ નોઁધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં 1-1 અને વલસાડમાં 2 કેસ નોઁધાયા છે. તાપી અને વલસાડ નવા જિલ્લા સાથે રાજ્યના 27 જિલ્લાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ 27 જિલ્લામાંથી ગાંધીનગર શહેર, જામનગર, પોરબંદર, મોરબી અને સાબરકાંઠા કોરોનામુક્ત થયા છે.  છેલ્લા 24 કલાકમાં 3339 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 215 પોઝિટિવ અને 3124 નેગેટિવ આવ્યા છે.

મહત્વપૂર્ણ ઘટનાઓ

રાજ્યમાં પ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયનથી ડિલવરી થઈ, દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂઃ AMC કમિશનર

રાજકોટ જિલ્લામાં 1200 રેપીડ ટેસ્ટ કીટ મળી, કાલથી રેપીડ ટેસ્ટ કીટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ અને છૂટછાટ મળતા હાઈવ પર વાહનોની લાંબી કતારો જોવા મળી
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ભાવનગરમાં અંગ શીપ બ્રેકિંગ યાર્ડની કામગીરી શરૂ
મહેસાણા જિલ્લામાં 6 માર્કેટિંગ યાર્ડ શરૂ, ઉંઝા માર્કેટ યાર્ડ બંધ રહેશે

કુલ દર્દી 2066, 77ના મોત અને 131 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1298 43 49
વડોદરા 188 07 08
સુરત 338 10 11
રાજકોટ 40 00 09
ભાવનગર 32 05 16
આણંદ 28 02 03
ભરૂચ 23 01 02
ગાંધીનગર 17 02 10
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 11 02 00
બનાસકાંઠા 10 00 01
છોટાઉદેપુર 07 00 01
કચ્છ 06 01 00
મહેસાણા 06 00 00
બોટાદ 05 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 03 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 03 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 02 00 01
મહીસાગર 03 00 00
અરવલ્લી 08 01 00
તાપી 01 00 00
વલસાડ 02 00 00
કુલ 2066 77 131

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here