Friday, February 14, 2025
Homeકર્ણાટકના સ્પીકર સામે 5 બાગી ધારાસભ્યોએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર
Array

કર્ણાટકના સ્પીકર સામે 5 બાગી ધારાસભ્યોએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર

- Advertisement -

કર્ણાટકનાં પાંચ બાગી ધારાસભ્યોએ શનિવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ પાસેથી માગ કરી છે કે, કોર્ટ વિધાનસભાના સ્પીકરને તેમનું રાજીનામું સ્વીકાર કરવા માટે આદેશ આપે. આ પાંચ બાગી ધારાસભ્યોમાં સુધાકર રોશન બેગ, એમટીવી નાગરાજ, મુનિ રત્ના અને આનંદ સિંહ સામેલ છે.

બાગી ધારાસભ્યોનું કહેવું છે કે, વિધાનસભા સ્પીકર ધારાસભ્યોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યોને સરકારને સમર્થન આપવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, તે સરકારને સમર્થન નહીં આપે તો, અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવશે. ધારાસભ્યોનું કહેવું છે કે, કોઈપણ ચૂંટાયેલ ધારાસભ્ય રાજીનામું આપવા માટે હકદાર છે. તેવામાં વિધાનસભા સ્પીકર દ્વારા તેમના મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે.

તો સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે સુનાવણી કરતાં સ્પીકરને કહ્યું કે આગામી આદેશ સુધી કોઈપણ નિર્ણય ન લે. રાજીનામા અને અયોગ્ય મામલામાં મંગળવારે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ તે દિવસે પાંચ અન્ય કર્ણાટકના બાગી ધારાસભ્યોની અરજી પણ સુનાવણી પણ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular