Thursday, August 5, 2021
No menu items!
Homeતાંડવ' કેસમાં સુનાવણી : સુપ્રીમ કોર્ટે FIR ટ્રાન્સફર અને ક્લબ કરવા નોટિસ...
Array

તાંડવ’ કેસમાં સુનાવણી : સુપ્રીમ કોર્ટે FIR ટ્રાન્સફર અને ક્લબ કરવા નોટિસ આપી અને અરેસ્ટની ઇન્ટરિમ સુરક્ષા ખારીજ કરી, કહ્યું…….

સુપ્રીમ કોર્ટે બુધવારે વેબ સિરીઝ તાંડવના મેકર્સ અને એક્ટર્સ વિરુદ્ધ FIR પર રોક લગાવાની યાચિકા પર સુનાવણી કરી. લાંબી ચર્ચા અને જોરદાર દલીલ બાદ બેન્ચે દેશના 6 અલગ-અલગ રાજ્યોમાં થયેલી FIRને ટ્રાન્સફર અને ક્લબ કરવાની અપીલ પર નોટિસ જાહેર કરી. આરોપી બનાવવામાં આવેલા મેકર્સ, એક્ટર્સ અને પ્રોડ્યુસર્સને અરેસ્ટથી ઇન્ટરિમ સુરક્ષા આપવાની અપીલને નકારતા કહ્યું કે આ સુવિધા આપી કે યાચિકાકર્તા સંબંધિત કોર્ટમાં જામીન માટે અપીલ કરવા સ્વતંત્ર છે.

અમે ઇન્ટરિમ સુરક્ષા આપવા તૈયાર નથી – સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેન્ચ સામે યાચિકાકર્તાના વકીલ એફએસ નરીમન, મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરાએ અર્નબ ગોસ્વામી કેસમાં લેવામાં આવેલા નિર્ણયનો હવાલો આપતા રાહતની અપીલ કરી હતી. સુનાવણી દરમ્યાન બેન્ચે કહ્યું, અમે CRPCની કલમ 482 હેઠળ આપવામાં આવેલા પાવરનો યુઝ ન કરી શકીએ. અમે ઇન્ટરિમ સુરક્ષા આપવા તૈયાર નથી.’

રોહતગીએ એમેઝોન ઇન્ડિયાના ક્રિએટિવ હેટ્સ અપર્ણા પુરોહિત તરફથી, સિદ્ધાર્થ અગ્રવાલે જિશાન અયુબ તરફથી અને લુથરાએ રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરફથી દલીલ રજૂ કરી હતી.

આ કેસનો આપ્યો હતો હવાલો

તાંડવ વિવાદમાં આરોપી બનાવવામાં આવેલા બધા લોકો પર 6 રાજ્યોમાં ફરિયાદ થઇ છે. માટે બચાવ પક્ષના વકીલોએ અર્નબ ગોસ્વામી અને અમીષ દેવગણ કેસનો હવાલો આપી સુરક્ષાની માગ કરી હતી. કોર્ટની ડિવિઝન બેન્ચે અર્નબને સુનાવણી દરમ્યાન અરેસ્ટથી સુરક્ષા આપી હતી જ્યારે અમીષને અરેસ્ટ થવાથી સુરક્ષા મળી હતી. સાથે જ અમીષ વિરુદ્ધ થયેલી ફરિયાદ ક્લબ કરવા અને અજમેર ટ્રાન્સફર કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments