મોહરમ નિમિતે જુલૂસ : સુપ્રીમ કોર્ટે મોહરમ નિમિતે માતમી જુલૂસ માટે મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો, કહ્યું- કોરોના સંક્રમણમાં લોકોને જોખમમાં નાંખી શકાય નહીં

0
5

સુપ્રીમ કોર્ટે મોહરમ નિમિતે દેશમાં માતમી જુલૂસ કાઢવાની મંજૂરી આપવાનો ગુરુવારે ઈન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેની ખંડપીઠે કહ્યું કે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આ સંજોગોમાં લોકોના આરોગ્યને જોખમમાં નાંખી શકાય નહીં

કોર્ટે કહ્યું- જુલૂસની મંજૂરી અપાશે તો હંગામો થશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જગન્નાથ પુરીનો કેસ અલગ હતો, ત્યાં રથ એક જગ્યાથી અન્ય જગ્યા લઈ જવાના હતા. આમ નિર્ધારીત કરેલી જગ્યાને લઈ આપણે જોખમ અંગે ચોક્કસ અનુમાન લગાવી આદેશ આપી શકીએ છીએ. પણ આ પ્રકારના આદેશ દરેક કેસમાં આપી શકાય નહીં. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે માતમી જુલૂસને મંજૂરી આપવામાં આવે તો હંગામો થશે અને એક ખાસ સમુદાય પર કોરોનાને ફેલાવવાનો આરોપ લાગી શકે છે.

લખનઉમાં જુલૂસની મંજૂરી માટે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત

મોહરમ નિમિતે માતમી જુલૂસ કાઢવાની મંજૂરી માટે ઉત્તર પ્રદેશના સય્યદ કલ્બે જબ્બાદે એક અરજી દાખલ કરી છે. તેમણે ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા માટે જે મંજૂરી આપવામાં આવી તેને ટાંકી દલીલ રજૂ કરી હતી. અરજીમાં લખનઉમાં માતમી જુલૂસની મંજૂરી માંગવામાં આવી હતી, કારણ કે ત્યાં શિયા સમુદાય મોટી સંખ્યામાં છે. આ અંગે કોર્ટે કહ્યું કે આ કેસમાં તમારે અલ્હાબાદ હાઈકોર્ટ જવુ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here