Wednesday, January 19, 2022
HomeદેશPM મોદીની સુરક્ષાના ચૂક મામલે આજે સુપ્રીમ કોર્ટનો આવશે આદેશ

PM મોદીની સુરક્ષાના ચૂક મામલે આજે સુપ્રીમ કોર્ટનો આવશે આદેશ

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને મામલે આજે દેશની સર્વોચ્ચ અદાલત આદેશ આપશે. જેમાં નવેસરથી તપાસ સમિતિ નીમવામાં આવશે અને તેને ક્યાં સુધી રિપોર્ટ રજુ કરવાનો છે, તે અંગે પણ ચુચના અપાશે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એનવી રમણાના વડપણ હેઠળની બેન્ચે સોમવારે જ કહી દીધું હતું કે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજના નેતૃત્વમાં એક તપાસ સમિતિ નીમવામાં આવશે. આ સમિતિ કોના વડપણમાં રચાશે અને તેમાં કોણ-કોણ સામેલ થશે તે અંગે આજે બેન્ચ આદેશ આપવાની છે. આ કમિટિ ક્યાં સુધી રિપોર્ટ રજૂ કરશે તે અંગે પણ કોર્ટ આદેશ આપશે તેવી સંભાવના છે.

સુપ્રીમ કોર્ટ વતી આ કમિટિમાં કેન્દ્ર અને પંજાબ સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. બેન્ચે આ મામલે રચાયેલી કેન્દ્ર અને પંજાબની સમિતિઓને હમણા કોઇ તપાસ નહીં કરવાનો પણ આદેશ આપ્યો છે. નોંધનીય છે કે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક મામલે લોયર્સ વોઇસ નામની સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આ અંગે નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી હતી. ગત શુક્રવારે અરજી પર સુનાવણી થઇ હતી. જેમાં કેન્દ્ર અને પંજાબ સરકારે આ દિશામાં પોત પોતાની સપાસ સમિતિઓની રચના કરી હોવાની વાત સામે આવી હતી.

સુનાવણી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારે એક બીજાની પેનલના સભ્યો પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે જ બેન્ચે તપાસ માટે પોતાની એક સમિતિની રચના કરવાના સંકેત આપી દીધા હતા.  સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરીએ પંજાબ-હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને વડાપ્રધાનની પંજાબ યાત્રા સાથે સંકળાયેલા રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ પણ આપ્યો હતો. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular