BSE પરીક્ષાનો નિર્ણય મુલતવી : 10મા અને 12માની પરીક્ષા રદ્દ કરવી કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ હવે ગુરુવારે નિર્ણય લેશે

0
2

કોરોનાવાઈરસ મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવેલી CBSEની 10મા-12મા ધોરણના બાકી વિષયોની પરીક્ષા લેવામાં આવશે કે નહીં તે અંગે સુપ્રિમ કોર્ટમાં આગામી સુનાવણી 25 જૂન સુધી ટાળવામાં આવી છે. હકીકતમાં, કેન્દ્ર સરકાર અને બોર્ડે કોર્ટને કહ્યું હતું કે, આ અંગે અધિકારીઓની બેઠક ચાલી રહી છે અને બુધવારે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના વાલીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં કોરોના મહામારીના કારણે બાકીના વિષયોની પરીક્ષા ન લેવાની માંગ કરી છે.

વિદ્યાર્થીઓના વાલીઓએ તેમની અરજીમાં કહ્યું છે, બાકીના વિષયોમાં અસેસમેન્ટ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરના આધારે નંબર આપવામાં આવે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઓરિસ્સાએ પણ માનવ સંસાધન વિકાસ (HRD) મંત્રાલય પાસેથી પણ આવી જ માંગ કરી હતી.

10માનું પરિણામ અસેસમેન્ટના આધારે તૈયાર કરી શકાય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડ અને HRD મંત્રાલય વચ્ચેની બેઠકમાં એ બાબતે સંમતિ થઈ છે કે 10માનું પરિણામ તો અસેસમેન્ટના આધારે તૈયાર કરી શકાય છે, પરંતુ 12માનું નહીં. કેમ કે, તેના પરિણામના આધાર પર IIT, મેડિકલ અને બીજા ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળે છે. અસેસમેન્ટમાં ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ નબળા સાબિત થઈ શકે છે, કારણ કે, તેઓ ક્લાસ ટેસ્ટની જગ્યાએ એન્ટ્રેસ એક્ઝામની તૈયારીને પસંદ કરે છે

29 વિષયોની પરીક્ષા લેવાની છે

કુલ 29 વિષયોની પરીક્ષા લેવાની છે. તેમાંથી 6 વિષયની પરીક્ષા ઉત્તર પૂર્વ દિલ્હીમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે. દિલ્હીમાં થયેલા તોફાનોના કારણે પરીક્ષાને મુલતવી રાખવામાં આવી હતી. 12માના 12 વિષયોની પરીક્ષા લેવાની બાકી છે. તેમજ ઉત્તર પૂર્વ દિલ્હીમાં આ 12 ઉપરાંત 11 બીજા મુખ્ય વિષયની પરક્ષા લેવાની છે. બોર્ડે આ પરીક્ષાઓ 1-15 જુલાની વચ્ચે લેવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારબાદ એન્જિનિયરિંગ એન્ટ્રેસ એક્ઝામ, JEE મેન્સની પરીક્ષા 18-23 જુલાઈ અને મેડિકલ એન્ટ્રેસ એક્ઝામ NEETની પરીક્ષા 26 જુલાઈએ યોજાવાની છે.