ચિદમ્બરમ પર INX મીડિયા સિવાય હજુ આ 6 કેસ પર લટકતી તલવાર

0
0

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ વિરુધ્ધ ભ્રષ્ટાચાર તેમજ નાણાંની લેવડદેવડને 6 મામલે તપાસ ચાલી રહી છે. આ બધા કેસ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે. જો કે સીબીઆઇ, ઇડી, IT દ્વારા આ તમામ કેસને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે અથવા તો સમન્સ પાઠવવામાં આવ્યું છે.

જો કે આમાંથી ત્રણ કેસમાં ચિદમ્બરમને આગોતરા જામીન મળી ગયા છે. એટલું જ નહીં, ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં ચિદમ્બરમની સાથે તેમની પત્ની, પુત્ર કાર્તિ અને તેની પત્ની આરોપી છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ હાલ જામીન પર છે.

ઇડી દ્વારા ચિદમ્બર વિરુધ્ધ મની લોન્ડરીંગ કેસ મામલે તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે. તપાસ એજન્સીને શંકા છે કે INX મીડિયા કેસ અને એરસેલ-મેક્સિસ સહિત 4 અન્ય વેપારી ડીલમાં કથિત રીતે ગેરકાયદેસ FIPB ની મંજૂરી આપવામાં ચિદમ્બરમની ભૂમિકા શંકાસ્પદ છે. આ 4 મામલા ડિયાજિયો સ્કોટલેન્ડ લિમિટેડ, કટારા હોલ્ડિંગ્સ, એસ્સાર સ્ટીલ લિમિટેડ અને એલફોર્સ લિમિટેડ સંબંધિત છે.

INX મીડિયા કેસ
ચિદમ્બરમ પર પ્રથમ મોટો આરોપ INX મીડિયા ગ્રુપમાં 305 કરોડ રૂપિયાના વિદેશી ફંડને લઇને FIPBની મંજૂરી આપવાનો છે. આ મામલો 2007નો છે જ્યારે ચિદમ્બરમ નાણાંમંત્રી હતા. આ અંગેનો ખુલાસો ત્યારે થયો જ્યારે INXની પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જીની ઇડીએ પુછપરછ કરી. ઇંદ્રાણીએ ઇડીની પુછપરછમાં જણાવ્યું કે ચિદમ્બરમે ડીલના બદલે કાર્તિને વિદેશના નાણાં મામલે મદદ કરવાની વાત કરી હતી.

શારદા ચિટફંડમાં 1.4 કરોડની લાંચ લેવાનો આરોપ
ચિદમ્બરમની પત્ની નલિની વિરુધ્ધ CBI શારદા ચિટફંડ કૌભાંડમાં આરોપ પત્ર દાખલ કરી ચૂકી છે. જેના પર 1.4 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. જો કે કોલકાતા હાઇકોર્ટ દ્વારા ધરપકડ પર રોક લગાવામાં આવી છે.

કાળાનાણાં મામલે પત્ની, કાર્તિ અને તેની પત્ની પણ આરોપી
ચિદમ્બરમ, પત્ની નલિની, પુત્ર કાર્તિ અને તેની પત્ની શ્રીનિધિ પર કાળાનાણાં મામલે આઇટી અધિનિયમ 2015 હેઠળ આરોપ લગવામાં આવ્યો છે. મદ્રાસ હાઇકોર્ટમાં 2018માં આયકર વિભાગ દ્વારા કેસ ચલાવવાના આદેશને રદ્દ કરવામાં આવ્યો હતો.

એરસેલ-મેક્સિસ ડીલમાં 3500 કરોડ રૂપિયાની ડીલ પાસ કરાવી
એક વધુ મામલો એરસેલ-મેક્સિસ વચ્ચે 3500 કરોડ રૂપિયાની ડીલ સાથે જોડાયેલો છે. જેમાં સીબીઆઇ તપાસ કરી રહી છે. 2006માં મેક્સિસ દ્વારા એરસેલમાં 100 ટકા ભાગીદારી લેવામાં આવી હતી. આ સમયે ચિદમ્બરમ દેશના નાણાંમંત્રી હતી. 2G સાથેના આ કેસમાં ચિદમ્બરમ પર હવાલા કેસ દાખલ છે. નાણામંત્રી પાસે 600 કરોડની વિદેશી રોકાણ આપવાની મંજૂરી હોય છે, તેમ છતાં 3500ની ડીલ કેબિનેટ કમિટિની મંજૂરી વગર પાસ કરી દીધી.

એવિએશન કૌભાંડમાં 1250 કરોડમાં નાણાં લેવાનો આરોપ
ઇડીએ ચિદમ્બરમને એવિએશન કૌભાંડમાં આરોપમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. જેમાં 2007માં ચિદમ્બરમ નાણાંપ્રધાન હતા તે દરમિયાન 111 યાત્રી વિમાન ખરીદી કૌભાંડને લઇને તપાસ ચાલી રહી છે.

ઇશરત જહાં કેસની એફિડેવિટમાં છેડછાડનો આરોપ
ચિદમ્બરમ વિરુધ્ધ ઇશરત જહાં કેસ મામલે જોડાયેલ એફિડેવિટમાં છેડછાડ કરવાની ફરિયાદ દિલ્હી પોલીસમાં દાખલ કરવામાં આવી છે. જેમાં એફિડેવિટમાં છેડછાડ કરવામાં આવી હતી, તે સમયે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા.

INX મીડિયા કેસનો અત્યાર સુધીનો ઘટનાક્રમ
15 મે 2017- INX મીડિયાને વિદેશી રોકાણ લાવવામાં મદદના આરોપ સાથે CBIએ કેસ કર્યો
22 જાન્યુઆરી 2018 – EDએ પી.ચિદમ્બરમ અને કાર્તિ ચિદંબરમ સામે મની લોન્ડરિંગનો કેસ કર્યો
23 ફેબ્રુઆરી 2019 – INX કેસમાં કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમકોર્ટમાંથી રાહત ન મળી
28 ફેબ્રુઆરી 2018 – કાર્તિ ચિદમ્બરમની ચેન્નાઇ એરપોર્ટ પરથી જ ધરપકડ કરાઇ
9 માર્ચ 2018 – દિલ્હી કોર્ટે કાર્તિ ચિદમ્બરમને 3 દિવસ CBIની કસ્ટડીમાં મોકલ્યો
12 માર્ચ 2018 – દિલ્હી કોર્ટે કાર્તિની જામીન અરજી ફગાવી તિહાલ જેલમાં રાખવા આદેશ કર્યો
23 માર્ચ 2018 – દિલ્હી હાઇકોર્ટે કાર્તિને 10 લાખના બોંડ પર વિદેશ ન જવાની શરતે આપ્યા જામીન
23 માર્ચ 2018 – કાર્તિને જામીન મળતાની સાથે જ EDએ કાર્તિની 1.16 કરોડની સંપત્તિ જપ્ત કરી
31 માર્ચ 2018 – પીટર મુખર્જી અને કાર્તિની સામસામે બેસાડી ED-CBIએ પુછપરછ કરી
31 મે 2018 – પી.ચિદમ્બરમની ધરપકડ પર દિલ્લી હાઇકોર્ટે રોક લગાવી
31 મે 2018 – પી.ચિદમ્બરમની ધરપકડ પર રોકથી પહેલી રાહત મળી
6 જૂન 2018 – પી.ચિદમ્બરમની CBIએ 4 કલાક પુછપરછ કરી
25 જુલાઇ 2018 – દિલ્હી હાઇકોર્ટે ચિદમ્બરમની ધરપકડ પરની રોક લંબાવવામાં આવી
3 ઓગસ્ટ 2018 – કાર્તિના વચગાળાના જામીન પર હાઇકોર્ટના ચૂકાદા પર SCએ હસ્તક્ષેપની ના કહી
25 ઓક્ટોબર 2018 – INX મીડિયા કેસમાં તપાસમાં એજન્સીએ ચાર્જસીટ દાખલ કરી
18 નવેમ્બર 2018 – દિલ્હી HCએ ચિદમ્બરમની ધરપકડ પર 15 જાન્યુઆરી સુધી વચગાળાની રાહત આપી
19 ડિસેમ્બર 2018 – EDના સમન પર ચિદમ્બરમ ED ઓફિસ પહોંચ્યા, 305 કરોડ મામલે પૂછપરછ થઇ
23 ફેબ્રુઆરી 2019 – EDએ પી.ચિદમ્બરમની INX મીડિયા કેસમાં 5 કલાક પૂછપરછ કરી
19 ઓગસ્ટ 2019 – દિલ્હી હાઇકોર્ટે પી.ચિદમ્બરમને આગોતરા જામીન માટે ઇન્કાર કર્યો
21 ઓગસ્ટ 2019 – CBI પી. ચિદમ્બરમની ધરપકડ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here