તમામ ધર્મોમાં યુવતીઓના લગ્નની વય ઓછામાં ઓછી 21 વર્ષ કરવાની ભલામણ સરકાર પાસે પહોંચી : ટાસ્ક ફોર્સે રિપોર્ટ સોંપ્યો.

0
5

નવું વર્ષ મહિલાઓની પુરુષો સાથે બરાબરીની દિશામાં એક મોટા સુધારાનું દસ્તાવેજ લઇને આવ્યું છે. લગ્નની ન્યૂનતમ વય અંગે નવેસરથી વિચારણા માટે રચાયેલી ટાસ્કફોર્સે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. હવે આ રિપોર્ટ નીતિ પંચ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય પાસે પહોંચી ગયો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ટાસ્કફોર્સે યુવતીઓના લગ્નની વય વધારી 21 વર્ષ કરવાનો સંપૂર્ણ રોલઆઉટ પ્લાન સોંપ્યો છે અને તેને સમાન રીતે દેશભરમાં તમામ વર્ગના લોકો પર લાગુ કરવાની મજબૂત ભલામણ કરાઈ છે. મોદી સરકારના કાર્યકાળમાં લગ્ન સંબંધિત આ બીજો મોટો સુધારો છે જે સમાન રીતે તમામ ધર્મના લોકો પર લાગુ પડશે. એનઆરઆઈ મેરેજને 30 દિવસમાં રજિસ્ટર્ડ કરાવવાનો કાયદો પણ પાઈપલાઈનમાં છે જે બધા ધર્મો પર લાગુ પડશે.

ડિસેમ્બરના અંતમાં રિપોર્ટ સોંપાયો

સરકારે 4 જૂને દસ સભ્યોઅી એક ટાસ્કફોર્સની રચના કરી હતી. જયા જેટલીના નેતૃત્વ હેઠળ દસ સભ્યોની ટાસ્કફોર્સે દેશભરના રિસર્ચ ફેલો, કાનૂની નિષ્ણાતો, નાગરિક સંગઠનના નેતાઓ સાથે સલાહ-સૂચન કર્યુ. રિપોર્ટ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં સરકારને સોંપી દેવાયો. સૂત્રો અનુસાર ટાસ્કફોર્સે લગ્નની વય યુવક યુવતીઓ વચ્ચે બરાબર 21 વર્ષ રાખવા મામલે ઓછામાં ઓછા ચાર કાયદામાં સુધારાની ભલામણ કરી છે.

ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવું: રિપોર્ટ

માહિતી અનુસાર તેના મટો યૌન હિંસા કાયદામાં પણ ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે જેમાં 18 વર્ષથી ઓછી વયમાં પરસ્પર સંમતિ છતાં શારીરિક સંબંધ રાખવાને દુષ્કર્મની શ્રેણીમાં રખાયા છે. આ કાયદામાં 15 વર્ષથી વધુ વયની વિવાહિત યુવતીને અપવાદ રખાઈ હતી. લગ્નની ન્યૂનતમ વય 21 વર્ષ કરવાની સ્થિતિમાં આ કાયદામાં સુધારો કરવો ફરજિયાત રહેશે. રિપોર્ટમાં ટાસ્કફોર્સે મહિલાઓના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો ઉપાય પણ સૂચવ્યો છે. રિપોર્ટ મુજબ યુવતીઓના લગ્ન 3 વર્ષના વિલંબથી વસતી વધારા પર અંકુશ લગાવશે. યુવતીઓના લગ્નની ન્યૂનતમ વયમાં છેલ્લો ફેરફાર 1978માં કરાયો હતો જ્યારે શારદા એક્ટ 1929માં ફેરફાર કરી વયને 15થી વધારી 18 વર્ષ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here