મુસાફરોને મફતમાં રૂ. 5 લાખનો અકસ્માત વીમો આપશે આ ટેક્સી સર્વિસ કંપની

0
28

અમેરિકાની ટેક્સી આધારિત કેબ સેવા આપનારી કંપની ઉબરે મુસાફરોને મુસાફરી સમયે અકસ્માત વીમો આપવાની જાહેરાત કરી છે. ઉબેર કંપની તેની કાર, થ્રી વ્હિલર તેમજ ટુ વ્હિલરથી યાત્રા કરનારા મુસાફરોને અકસ્માત વીમો આપશે. કંપની અકસ્માતમાં મૃત્યુ અથવા દિવ્યાંગતા માટે વીમાની રકમ પાંચ લાખની રહેશે. હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં બે લાખ રૂપિયા અને ઓપીડી લાભ માટે 50,૦૦૦ જેટલી રકમનો વીમો આપવામાં આવશે.

ઉબરની સેવાઓ ભારતના 40 શહેરોમાં છે. ઉબરે કાર મુસાફરોને વીમાની સુવિધા આપવા માટે ભારતી એક્સા સાથે કરાર કર્યો છે. જ્યારે ઓટો અને મોટર સાઇકલ મુસાફરોને વીમા કવર માટે ટાટા એઆઈજી સાથે કરાર કર્યો છે.

Uber એપ બેઝ ટેક્સી સર્વિસ આપનારી કંપની છે. જે યાત્રા દરમિયાન પોતાના યાત્રીઓને દુર્ઘટના વીમો ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે.

ઉબરના ભારત અને દક્ષિણ એશિયા માટે કેન્દ્રીય પરિચાલન પ્રમુખ પવન વૈશ્યએ કહ્યું હતું કે અમે પોતાના યાત્રીઓ સાથે નજીકનો સંબંધ રાખીએ છીએ. અમારું ધ્યાન તેમને સુગમ અને સુરક્ષિત યાત્રાનો અનુભવ ઉપલબ્ધ કરાવવાનો છે. અમે પોતાના ડ્રાઇવર ભાગીદારો માટે પહેલાથી જ વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હવે યાત્રીઓને વીમા કવર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી યાત્રીઓનો ઉબર પ્રત્યે ભરોસો વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here