Monday, September 20, 2021
Homeમહેસાણા : સોસાયટીની કેનાલમાં ગંદકી કરનારા રહીશોને પકડવા માટે શિક્ષકે CCTV કેમેરા...
Array

મહેસાણા : સોસાયટીની કેનાલમાં ગંદકી કરનારા રહીશોને પકડવા માટે શિક્ષકે CCTV કેમેરા લગાવ્યા.

મહેસાણામાં જયવિજય સોસાયટી વિસ્તારની કેનાલ સ્વચ્છ રાખવા શિક્ષકની એક-બે દિવસની નહીં પણ છ મહિનાની મહેનત રંગ લાવી છે.,વારંવાર વિનતી, પાલિકામાં રજૂઆતોમાં સાનુકુળ પણ અધૂરો પ્રતિભાવ મળતા સ્વખર્ચે સીસી ટીવી કેમેરા લગાવી સર્વેલન્સથી વરસાદી કેનાલમાં ગંદકી ઠાલવતા સામેની પંચશીલ સોસાયટીના કેટલાક રહીશોના વિડીયો ફૂટેજ જયવિજય સોસાયટીમાં રહેતા શિક્ષકે નગરપાલિકામાં મોકલી કાયમી દાખલો બેસે તેવા કડક પગલાં ભરાશે તો રહીશોમાં સુધારો આવશે તેવી રજૂઆત કરાતાં છેવટે પાલિકાએ ત્રણ દિવસમાં ગંદકી બંધ કરાવી લેખિત જાણ કરો નહીં તો સીઆરપીસી કલમ 133 મુજબ કાયદેસરની કાર્યવાહીનું અલ્ટીમેટમ અપાયુ છે.

મહેસાણામાં ધોબીઘાટ સામે જયવિજય સોસાયટીના મકાનો પાછળ વરસાદી પાણીની કેનાલ છે.વચ્ચે મુખ્ય રસ્તો અને સામે પંચશીલ સોસાયટી છે.આ પંચશીલ સોસાયટીની કેટલીક મહિલાઓ રસ્તો ઓળંગીને કેનાલમાં ગંદકી,કચરો, એંઠવાડ, ઘરવપરાશનું ગંદુ પાણી નાખે છે. આ સોસાયટીમાં રહેતા કર્વે હાઇસ્કુલના સુપરવાઇઝર શિક્ષક સુરેશકુમાર મિસ્ત્રીના ઘરે અસહ્ય દુર્ગંધમાં બારી પણ ખોલી શકાતી નહોતી, રસોડામાં પણ પાછળ કેનાલની બદબુ આવતાં શિક્ષકે ત્રણેક મહિના સુધી સામે સોસાયટીના રહીશોને કચરો ન નાખવા જાહેર વિનંતી સાથે ચેતવણીના પેમ્પલેટ સ્વખર્ચે છપાવી સોસાયટીમાં 40 ઘરે વિતરણ કર્યા,પંચશીલ સોસાયટીને કચરાપેટી,ચાટ વગેરે વ્યવસ્થા માટે જરૂરી ફંડ આપીશ તેવુ લેખિત પણ પાલિકાને શિક્ષકે લેખિતમાં આપ્યુ પણ પંચશીલના કેટલાકે સુધરવાનું નામ જ ન લેતા નોટિસ બજવાઈ હતી.

જયવિજય સોસાયટીમાં શિક્ષકે ઘર પાછળ સીસીટીવી કેમેરા લગાવી સાવધાન સતત 24 કલાક સીસી કેમેરા ચાલુ છે તેવુ ચેતવણીનું બોર્ડ પણ લગાવ્યુ. આ કેમેરાને મોબાઇલથી ઓપરેટ કરીને 360 ડિગ્રી કેનાલ સાઇડ ફેરવી સંળગ કેનાલમાં કચરો નાંખતા લોકોના વિડીયો ફૂટેજ રેકોર્ડ થતા ગયા અને પાલિકાને મોકલી અપાતા એક્શનનો કોરડો વિંઝાયો.જેમાં શિક્ષકના ઘર પાછળના ભાગે કેમેરાના ડરથી ઠલવાતો કચરો 70 ટકા ઓછો થઇ ગયા પછી કેટલાક થોડે દૂર જઇ કેનાલમાં નાખતા હોય એવા પણ ફરતા કેમેરામાં કેદ થયા છે.

વારંવારની વિનંતી છતાં પંચશીલ સોસા.ના કેટલાક રહીશો ન સુધરતા જયવિજય સોસાયટીમાં રહેતા શિક્ષકનું સ્વખર્ચે સ્વચ્છતા અભિયાન
વારંવારની વિનંતી છતાં પંચશીલ સોસા.ના કેટલાક રહીશો ન સુધરતા જયવિજય સોસાયટીમાં રહેતા શિક્ષકનું સ્વખર્ચે સ્વચ્છતા અભિયાન

 

ગંદકી બંધ નહીં તો રહીશ સામે કાર્યવાહી થશે : એસ.આઇ

જયવિજયના શિક્ષકની સ્વચ્છતા બાબતની રજૂઆત યોગ્ય છે, અગાઉ પંચશીલ સોસાયટીના રહીશોને અમે સુચના આપી હતી,હવે પુરાવા પણ છે,કેનાલમાં કચરો નાખતી સાત મહિલાના નામજોગ અમે પંચશીલ સોસાયટીના પ્રમુખ અને મંત્રીને લેખિત નોટિસ મોકલી છે.ત્રણ દિવસમાં તાત્કાલિક ગંદકી બંધ કરી ઓફીસમાં લેખિત જાણ કરવી અન્યથા સીઆરપીસી કલમ 133 મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર દિલીપ ત્રિવેદીએ જણાવ્યુ હતું.

સ્વચ્છતામાં સહયોગ જવાબદાર નાગરીકની ફરજ : શિક્ષક

શિક્ષક સુરેશભાઇ મિસ્ત્રીએ કહ્યુ કે,વર્ષો પહેલા કચરાના ટ્રેક્ટર નહોતા આવતા ત્યારે કેનાલમાં ગંદકી નિકાલ કરે તે માની શકાય પણ ઘણા સમયથી રોજ સોસાયટી નાકે પાલિકાનુ ટ્રેક્ટર કચરો લેવા આવે છે છતાં કેનાલમાં ગંદકી ઠલવાતી હોઇ વાંરવાર વિનંતી કરી,સમજાવા જઇએ તો ઝગડો થતો, પાલિકાઓમાં રજૂઆતો કરેલી,સુચના આપી ગયા પણ ખાસ ફેર ન પડ્યો, સીસીકેમેરા લગાવી પુરાવા પાલિકાને આપ્યા છે.

કેમેરા લગાવ્યા બાદની અસર

પંચશીલ સોસાયટીમાંથી આવતી કેટલીક મહિલાઓ સામે જય વિજય સોસાયટી કેનાલમાં કચરો નાખતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ પુરાવા શિક્ષકે પાલિકાને આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments