નસવાડી : આચાર્યની હત્યા કરનારા શિક્ષકે પણ કર્યો આપઘાત : આચાર્યની હત્યાના ત્રીજા દિવસે કુવામાંથી મૃતદેહ મળ્યો.

0
12
મૃતક મેરામણ પીઠિયાની ફાઇલ તસવીર
મૃતક મેરામણ પીઠિયાની ફાઇલ તસવીર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં લિંડા સ્કૂલના આચાર્ય પિતરાઈ ભાઇની હત્યા કરનાર આરોપી શિક્ષકે કુવામાં કૂદીને આપઘાત કર્યો છે. આચાર્યની હત્યાના ત્રીજા દિવસે આજે નસવાડીની અશ્વિન નદી પાસે હરીપુરાની સીમના અવાવરું કુવામાંથી મળ્યો છે. પિતરાઈ ભાઇની હત્યા કર્યાં બાદ પોતાની ભૂલની ભાન થતાં લાગી આવતા શિક્ષકે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નસવાડી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

100 ફુટ ઊંડા કુવામાંથી હત્યાના આરોપી શિક્ષકનો મૃતદેહ મળ્યો
100 ફુટ ઊંડા કુવામાંથી હત્યાના આરોપી શિક્ષકનો મૃતદેહ મળ્યો

બે દિવસ પહેલા આચાર્યના ઘરમાં ખુની ખેલ ખેલાયો હતો

નસવાડીના રામદેવનગર સોસાયટીમાં 4 ડિસેમ્બરે લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ તેના જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને તેના પિતરાઈ ભાઇ મેરામણ પીઠિયાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમના પત્ની કાજલ અને દોઢ વર્ષની પુત્રી ઝાહલ ઉપર હુમલો કર્યો હતો, જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી ભરત પીઠિયા ફરાર થઈ ગયો હતો. અને આજે ત્રીજા દિવસે ભરત પીઠિયાનો મૃતદેહ હરીપુરાની સીમના અવાવરું કુવામાંથી મળ્યો હતો.

હત્યાના આરોપી શિક્ષકનો મૃતદેહ
હત્યાના આરોપી શિક્ષકનો મૃતદેહ

શિક્ષકનો મૃતદેહ 100 ફૂટ ઊંડા કુવામાંથી મળ્યો

ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ભરત પીઠિયાનો મૃતદેહ 100 ફૂટ ઊંડા કુવામાંથી બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે ભરત પીઠિયાએ આપઘાત કરતા મેરામણ પીઠિયાની હત્યાનું કારણ બહાર આવી શક્યુ નથી. પોલીસે મૃતક મેરામણ પીઠિયાની પત્નીની પણ પૂછપરછ શરૂ કરી છે.

શિક્ષકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની તૈયારી કરી રહેલી પોલીસ
શિક્ષકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની તૈયારી કરી રહેલી પોલીસ
આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન થવાના હતા
શાળાના આચાર્ય અને હત્યા કરી ફરાર આરોપી બંને પિતરાઈ ભાઈઓ અને તેઓ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામના વતની હતા. આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન પણ થવાના હતા. જોકે લગ્ન થાય તે પહેલા જ મેરામણ પીઠિયાની હત્યા બાદ ભરત પીઠિયાએ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા
ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here