‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ની ટીમ બિગ બોસના આ સ્પર્ધકના સમર્થનમાં આગળ આવી

0
34

ટીવીનો ફેમસ રિયાલિટી શો બિગ બોસ હવે તેના અંતિમ ચરણમાં છે. ઘરમાં હવે માત્ર 7 કન્ટેસ્ટન્ટસ જ બચ્યા છે. દરેક સભ્ય પોતાને વિનર બનાવવા માટે રણનીતિ બનાવતા દેખાઈ રહ્યા છે. દરેક કન્ટેસ્ટન્ટ્સને તેમના ફેન્સનો સપોર્ટ મળી રહ્યો છે. પરંતુ આસિમ રિયાઝ એક એવો સભ્ય બની ગયો છે, જેન દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પર ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. WWE સ્ટાર જોન સીનાના સપોર્ટ ઉપરાંત, આ લિસ્ટમાં હવે વધુ એક નામ જોડાઈ ગયું છે.

હાલમાં જ જોન સીનાએ આસિમ રિયાઝનો ફોટો શેર કર્યો હતો અને   હવે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9એ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આસિમને પોતાનો સપોર્ટ આપ્યો છે. ટીમે ટ્વીટ કર્યું, આસિમ રિયાઝ તારું ફાસ્ટ ફેમિલીમાં સ્વાગત છે. જણાવી દઈએ કે, F9 22 માર્ચે થિયેટરમાં રીલિઝ થશે.

જ્યાં એક તરફ આસિમને સપોર્ટની વાત સામે આવી રહી છે, ત્યાં જ બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે, આસિમને હોલિવુડની ટિકિટ મળી ગઈ છે.