Friday, March 29, 2024
Homeબાબરાના ગામડાઓમાં PGVCL ની 9 ગાડી સાથે ટીમ ત્રાટકી : 35 ઘરોમાં...
Array

બાબરાના ગામડાઓમાં PGVCL ની 9 ગાડી સાથે ટીમ ત્રાટકી : 35 ઘરોમાં વીજ ચોરી ઝડપાઈ.

- Advertisement -

બાબરા તાલુકાના ગામડાઓમાં આજે PGVCL ની 9 ગાડી સાથે ટીમ ચેકિંગ માટે ત્રાટકી હતી. અમરેલી જિલ્લામાંથી ટીમ 9 ગાડી સાથે ત્રાટકતા ગામડાઓમાં વીજ ચોરી કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. PGVCLની ટીમે 35 ઘરોમાંથી વીજચોરી પકડી પાડી હતી. તમામ વીજચોરી કરતા ગામડાના લોકોને 7થી 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ખાખરીયા, લાલકા, વાકીયા સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધરાયું

બાબરા તાલુકાના લાલકા, વાકીયા, ખાખરીયા સહિતના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. PGVCLની ટીમે 250 જેટલા ઘરમાં ચેકિંગ કરતા 35 જેટલા ઘરમાં વીજચોરી ઝડપાઈ હતી. આ તમામ વીજચોરી કરતા લોકોને 7થી 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. PGVCLની ટીમ ગામડાઓમાં ત્રાટકતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈ રાજકોટ PGVCLના 30થી વધુ અધિકારી કચ્છમા મૂકાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે કચ્છ આવી રહ્યા છે. ત્યારે સરકારના આદેશ પ્રમાણે PGVCL રાજકોટ હેડ ક્વાર્ટરે આજથી 30થી વધુ અધિકારીને કચ્છ દોડાવ્યા છે. રાજકોટ વીજ સર્કલમાંથી 15 ઈજનેર અને કોર્પોરેટ ઓફિસમાંથી ચીફ ઈજનેરોને કચ્છ મોકલાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular