વડોદરા: સાવલીની એક ખાનગી હોસ્પિટલની બહાર પતરાના શેડ પરથી 15 વર્ષની કિશોરીએ જાતે ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ કિશોરીએ પોતે જ પોતાની ડિલિવરી કરી શિશુને પતરાના શેડ પર મૂકી દીધું હતુ. નવજાત શિશુ આખી રાત પતરાના શેડ પર પડી રહેવા છતાં હાલ સુરક્ષિત છે.
હોસ્પિટલના સ્ટાફે બાળકને બિનવારસી જોતા સમગ્ર ઘટના સામે આવી છે. આ અંગે પોલીસે કિશોરીને ગર્ભવતી બનાવનાર ભવાનીપૂરાના યુવાનની અટકાયત કરી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પલેક્સની બહાર પતરાનું શેડ છે. તેની બહાર એક નવજાત બાળક ત્યજીને કોઇ જતુ રહ્યુ હોવાની ઘટના સામે આવી છે. આ બાળકને પ્રાથમિક સારવાર માટે હાલ એસ એસ જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ છે.