વડોદરા : કિશોરે પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

0
11

વાસણા-ભાયલી રોડ પર વુડાના બ્લોકમાં પાંચ વર્ષની બાળકી સાથે એક સગીર વયના કિશોર પાડોશીએ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી હતી.

શહેરના વાસણા ભાયલી રોડ પર નિલામ્બર સર્કલ નજીક પંચમુખી વુડાના બ્લોકમાં ત્રીજા માળે રહેલાં 17 વર્ષના કિશોરે પાડોશમાં રહેતી પાંચ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ ઘટના મંગળવારે બપોરે બની હતી. ત્યાર પછી પેટ પાસે દુખાવાની ફરીયાદ કરીને આખી રાત રડતી રહેલી બાળકી ઉપર દુષ્કર્મ થયું છે તેવુ આજે સવારે સપાટી ઉપર આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જે.પી.રોડ પોલીસે હિરાસતમાં લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાળકી પાડોશીના ઘરમાં રમવા માટે ગઈ હતી.ત્યારે કિશોરના માતા પિતા કામકાજ અર્થે બહાર ગયા હતા. કિશોર ઘરમાં એકલો હતો. જેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. બનાવ પછી બાળકી રડતી રડતી ઘરે ગઈ હતી અને પેટમાં દુખે છે તેવી ફરિયાદ કરી હતી. બાળકી આખી રાત રડતી રહી હતી. સવારે પૂછતાં પાડોશમાં રહેતા કિશોરની કરતૂતો સામે આવી હતી.

બાળકીની માતાએ 100 નંબર પર જાણ કરતાં જે.પી.રોડ પી.આઈ.વાઘેલા ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને બાળાની માતાની ફરીયાદ નોંધીને પાડોશમાં રહેતાં કિશોરને હિરાસતમાં લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here