Thursday, August 5, 2021
No menu items!
Homeસુરત : મહાનગરપાલિકાના સૂચન પ્રમાણે ટેક્સટાઈલ માર્કેટ અને હીરા બજાર બંધ રાખવામાં...
Array

સુરત : મહાનગરપાલિકાના સૂચન પ્રમાણે ટેક્સટાઈલ માર્કેટ અને હીરા બજાર બંધ રાખવામાં આવ્યાં

સુરત. સોમવારે ડાયમંડ અને બુધવારે ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે પાલિકા કમિશનર બી.એન.પાની અને મેયર ડો.જગદીશ પટેલે મિટીંગ કરી હતી. જેમાં શનિ-રવિ શહેરના હીરા માર્કેટ, સેફ્ટી વોલ્ટ તથા ટેક્સટાઈલ માર્કેટ બંધ કરવા સૂચન કરાયું છે. જેને પગલે આજે અને આવતીકાલે બે દિવસ શહેરના બંન્ને ઉદ્યોગો સાથે સંકળાયેલા માર્કેટો બંધ રહ્યા છે.

ઈન્સ્પેક્સન હાથ ધરાશે
પાલિકા કમિશનર સાથે થયેલી ડાયમંડ ઉદ્યોગ આગેવાનોની મિટીંગમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, ડાયમંડના જે વિભાગમાંથી કેસ આવશે તે વિભાગને બંધ કરી દેવાશે. જ્યારે જે એકમમાંથી 2 થી 3 કેસ આવશે તે યુનિટ્ને બંધ કરી દેવાશે. કેસ નહીં આવે તે માટે 50 ટકા સ્ટાફ સાથે એકમો ચાલુ રાખવા, એસી નહીં ચલાવવા સહિતના નિયમાવલી આપવામાં આવી હતી. જેના માટે પાલિકા દ્વારા ઈન્સ્પેકશન પણ શરૂ કરાયું છે. પાલિકાની ટીમની સાથો-સાથ ડાયમંડ ઉદ્યોગની પણ કમિટી બનાવવામાં આવી છે. જેમાં સુરત ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા 23 આગેવાનો અને ઉદ્યોગકારોની 5 કમિટી બનાવવામાં આવી છે. જે આવનારા દિવસોમાં એકમોમાં જઈને પાલિકાના નિયમનું પાલન થાય છે કે નહીં તેનું ઈન્સ્પેક્શન હાથ ધરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments